ઉદયપુરની ઘટના, સમગ્ર દેશમાં અશાંતિ માટે નુપુર જવાબદાર, ટીવી પર માફી માંગવી જોઈએ: સુપ્રીમ કોર્ટ

ઉદયપુરની ઘટના, સમગ્ર દેશમાં અશાંતિ માટે નુપુર જવાબદાર, ટીવી પર માફી માંગવી જોઈએ: સુપ્રીમ કોર્ટ
Spread the love

નવી દિલ્હી : દેશમાં અશાંતિ અને અરાજકતાનો માહોલ પેદા કરનાર મહોમ્મદ પયગંબર પરની ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. કોર્ટે આ મામલે ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને કડક શબ્દોમાં કહ્યું કે, વિવાદિત ટિપ્પણીને પગલે દેશમાં સામાજિક સૌહાર્દ ખરડાયું છે.

સુપ્રીમ કોર્ટે Supreme Court આજરોજ તારીખ 1 જૂલાઈના રોજ નવીન જિંદાલ અને નુપુર શર્મા સામે દેશભરમાં થયેલા તમામ કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવા માટે થયેલી માંગણીની અરજીમાં કડક વલણ દાખવ્યું છે. કોર્ટે કહ્યું કે નુપુર શર્માએ વિવાદિત ટિપ્પણી માટે સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. કોર્ટે નુપુર શર્માએ ટીવી પર આવી જાહેરમાં માફી માંગવી જોઈએ તેમ પણ કહ્યું હતું.

નુપુર શર્માને ખતરો છે કે નુપુર દેશની શાંતિ તેમજ સુરક્ષા માટે ખતરો છે ? જે રીતે તેમણે દેશમાં લાગીઓ પ્રજ્વલિત કરી છે અને દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે આ મહિલા એકલી જવાબદાર છે. સાથે જ કોર્ટે કહ્યું કે અમે ટીવી ડીબેટ જોઈ છે, નુપુરે દેશની માફી માંગવી જોઈએ.

કોર્ટે રાજસ્થાનના ઉદયપુરની જઘન્ય ઘટના માટે પણ નુપુરને જવાબદાર ઠેરવી શકાય તેમ પણ કહ્યું હતું. કોર્ટે કહ્યું કે દેશભરમાં ફેલાયેલી અશાંતિ અને અરાજકતા માટે નુપુરનું નિવેદન જવાબદાર છે. જો તેઓ પાર્ટીના પ્રવક્તા હોય તો શું ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્મા તેવું માને છે કે, તેમની પાસે સત્તાનું સમર્થન છે તો ગમે તેવો બફાટ કરી શકાય છે ? કાયદો અને વ્યવ્સથાને સમ્માન કર્યા સિવાય કોઈ નિવેદન ન આપી શકાય ?

કોર્ટમાં નુપુરના વકીલે આ મંતવ્ય નુપુરનું નથી પણ એન્કરે પુછેલા સવાલનો જવાબ હતો. તેમ કહેતા કોર્ટે કહ્યું કે જો તેવું હોય તો શો ના હોસ્ટ સામે કેસ થવો જોઈતો હતો.

દેશની સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કરતા નુપુર શર્માના વકીલે તમામ કેસ એકત્રીત કરવાની અરજી પરત ખેંચી લીધી છે. પોલીસને પણ કોર્ટે કડક શબ્દોમાં પુછ્યું કે આટલા કેસો થયા છતાં કોઈ કાર્યવાહી કેમ નથી થઈ. બીજા સામે થાય એફઆઈઆર થાય તો તુરંત પકડી લેવાય છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

images-2-31.jpeg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!