આપણી લાગણીઓ તે વખતે કેમ દુભાતી નથી?

આપણી લાગણીઓ તે વખતે કેમ દુભાતી નથી?
Spread the love

ચારે બાજુ નેતિક મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે સદાચાર સંપ ગોત્યો પણ જડતો નથી ત્યાં આપણી લાગણી કેમ દુભાતી નથી?
અરાજકતા અફરાતફરી વધી રહી છે ત્યાં આપણી લાગણી કેમ દુભાતી નથી?
100 રૂપિયે લીટર પેટ્રોલ લાઈનમાં ઊભા રહી ભરાવતી વખતે કેમ આપણી લાગણી દુભાતી નથી?
450 વાલો ગેસનો બાટલો 1000 રૂપિયામાં ભરાવતી વખતે કેમ આપણી લાગણી દુભાતી નથી?
આપણું યુવાધન ચાહની કીટલી પર કે પાનના ગલ્લે માવા પાન ખાઈ સિગારેટ સાથે સડી રહ્યું છે તેમને જોઈને કેમ આપની લાગણી દુભાતી નથી?
કોઈ દલિતને આજે પણ કુવામાંથી પીવાનું પાણી ભરવા દેવામાં આવતું નથી તે જોઈને કેમ આપણી લાગણી દુભાતી નથી?
કોઈ દલિતને આજે પણ લગ્નના દિવસે વરઘોડો કાઢવા દેવામાં આવતો નથી તે વખતે કેમ આપણી લાગણી દુભાતી નથી?
માસુમ ફૂલ જેવી બાળકી પર બળાત્કાર કરી તેની હત્યા કરી દેવાય છે તે વખતે કેમ આપણી લાગણી દુભાતી નથી?
આપણી સામે જ આપણા ધારા સભ્યો સંસદ સભ્યો લોકશાહીનું ચીરહરણ કરી આપણી સાથે દગો વિશ્વાસઘાત કરે છે તેમાં કેમ આપણી લાગણી દુભાતી નથી?
350 રૂપિયા લીંબુના થાય છે શાકભાજીઓમાં મન ફાવે તેમ ભાવોમાં લૂંટફાટ થઈ રહી છે એમાં આપણી લાગણી કેમ દુભાતી નથી?
દેશમાં છેલ્લા કેટલા સમયથી રાવણ અને ગોડસેના મંદિરો બની રહ્યા છે ખોટાનો જયજયકાર થઈ રહ્યો છે એમાં કેમ આપણી લાગણી દુભાતી નથી?
બાળકો ભણવાની ઉંમરે ચાર રસ્તે ભીખ માંગે છે કે ચાહની હોટલમાં આપણી ગાળો સાંભળી પોતા મારે છે એ જોઈને કેમ આપણી લાગણી દુભાતી નથી?
સચ્ચાઇ ઈમાંનદારી તમને ક્યાંય નજર આવતી નથી ચારેબાજુ બેઇમાની ખોટાની બોલબાલા વધી રહી છે આમાં આપણી લાગણી કેમ દુભાતી નથી?
લગ્ન પ્રસંગે કે કોઈ શુભ પ્રસંગે વાડીમાં કે પાર્ટી પ્લોટમાં 2/4 શેરી આરામથી જમી લે એટલુ ભોજન ભોજન કચરાપેટીમાં જાય છે અને કેટલાક ભારતીયો પુલ નીચે કે પ્લેટફોર્મ ભૂખ્યા જ સુઈ જાય છે એ વખતે આપની લાગણી કેમ દુભાતી નથી?
પૈસાના અભાવે ઉજ્જવલા યોજનાના ગેસના બાટલા નદીકિનારે કે ઝાડ પર લટકતા જોવા મળે છે એ વખતે આપણી લાગણી કેમ દુભાતી નથી?
એસ .ટી.બસો પર પથ્થરમારો થાય છે સીટો ફાડી નખાઈ છે બસો સળગાવી દેવામાં આવે છે તે વખતે કેમ આપણી લાગણી દુભાતી નથી?
ટ્રેન સળગાવી દેવાય છે પ્લેટફોર્મ પર તોડફોડ થાય છે તે વખતે કેમ આપણી લાગણી દુભાતી નથી?
કોઈની દુકાનના હપ્તા ભરવાના બાકી હોય દુકાનમાં માલ ભરેલો હોય વેપારીને પેમેન્ટ આપવાનું બાકી હોય તેવી દુકાનના તાલા તોડી દુકાન સળગાવી દેવામાં આવે છે તે વખતે કેમ આપણી લાગણી દુભાતી નથી?
એક પણ દિવસનું અખબાર હત્યા બળાત્કારના સમાચાર વગર આવતું નથી આ વાંચી કેમ આપણી લાગણી દુભાતી નથી?
કોઈ પરિવાર દેવું વધી જતાં સામૂહિક આત્મહત્યા કરી છે એમ છાશવારે વાંચી આપણી લાગણી કેમ દુભાતી નથી?
આપના શિક્ષિત યુવાનો 5 કે 7 હજારમાં ઝોમેટો કે સ્વીગીના મામુલી ડિલિવરી બોય બની ગલી ગલી ભટકી રહ્યા છે એમને જોઈ કેમ આપણી લાગણી દુભાતી નથી?
ચાર પાંચ શાળાઓ વચ્ચે એક જ શિક્ષક હોય છે એ પણ રજા પર હોવાથી મધ્યાન ભોજનવાલા બેનને શિક્ષક બનાવી વિદ્યાર્થીઓ સામે મૂકી દેવાય છે તે વખતે કેમ આપણી લાગણી દુભાતી નથી?
હજુય દવા દારૂના અભાવે ગંગામાં લાશો તરતી જોવા મળે છે કે આસામમાં પુરને કારણે લાશો તરતી જોવા મળે છે તે વખતે આપણી લાગણી કેમ દુભાતી નથી.?
મોંઘવારી અને બેકારીમાં દિવસ કેમ પસાર કરવો એ એક યક્ષ પ્રશ્ન થઈ પડ્યો છે આમાં આપણી લાગણી કેમ દુભાતી નથી?
મોટા મોટા ઉદ્યોગકારો અબજોની લોનો લઈ હાથ ઊંચા કરી દે છે પણ હરામ કોઇ એક પણ બેંકની બહાર એક પણ ખાતેદારે વિરોધ કર્યો હોય? આમાં કેમ આપણી લાગણી દુભાતી નથી?
ખરેખર આપણામાં લાગણીનું ઝરણું વહે છે ખરું? કે આપણામાં લાગણીનું ઝરણું સુકાઈને સુક્કું રણ બની ગયું છે?

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!