દાંતા તાલુકાની ઘટનાને લઈને યુ ટર્ન, મણીલાલ ડાભીએ સાચી માહિતી અને હકીકત રજુ કરી !

દાંતા તાલુકાની ઘટનાને લઈને યુ ટર્ન, મણીલાલ ડાભીએ સાચી માહિતી અને હકીકત રજુ કરી !
ગુજરાતનો અતિ પછાત તાલુકો દાંતા હાલમા વનવાસી અને પહાડી વિસ્તાર ધરાવે છે.આ તાલુકામાં મોટેભાગે આદિવાસી સમાજની બહુમતી મોટા પ્રમાણમાં છે આ લોકો હાલમાં પણ 18 મી સદીમાં રહેતા હોય તેવું આપણને તેમની રહેણી કરણી પરથી જોઈ શકાય છે .આદિવાસી સમાજની બહુમતી દાંતા તાલુકામાં જોવા મળે છે.આદિવાસી સમાજને અન્ન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા તેમને વિશેષ હકો આપવામાં આવેલા છે તાજેતરમાં ભેમાળ ગામમાં આવીજ ઘટનાની ચર્ચાઓ જોરશોર થી થવા લાગી મામલો દાંતા પોલીસ મથકે પહોંચ્યો પણ એટ્રોસિટી ના કેસ માટે સામે વાળા વ્યક્તિ પર કેસ માટે મોટુ પ્રેસર લગાવવામાં આવ્યું ,દાંતા પોલીસ દ્વારા આ બાબતે એક એક પાસાઓ ચેક કરતા આ મામલો એટ્રોસીટી નો લાગ્યો ન હતો અને આ મામલામાં અન્ય લોકો અને બહારના લોકો વચ્ચે પડી દાંતા પોલીસને બદનામ કરવાનો ભારે પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સત્ય સત્ય હોય છે અને તેને પુરાવાની જરૂર હોતી નથી તેમ આજ આખો મામલો આદિવાસી સમાજના આગેવાને સઘળી હકીકત આપતા દાંતા પોલીસનો વિજય થયો હતો.
કાયદાકીય રીતે એટ્રોસિટી નો કેશ દાખલ કરવા માટે ઘટના સ્થળ પરના આંખે જોનારા સાક્ષીઓ જોઈએ, પણ નવો મુદ્દ્દો ઉભો કરી દાંતા પોલીસ ને કઠેડા મા મુકવી કેટલી યોગ્ય છે ? દાંતા પોલીસને પણ જીલ્લા પોલીસને જવાબ આપવો પડે છે ,રેન્જ આઇજી અને ડીજીપી અને ગૃહમંત્રી સુધી જવાબ આપવો પડે છે.ભેમાળ ગામની ઘટનામા જીલ્લા પોલીસવડા સુધી રજૂઆત કરાયા બાદ જયારે દાંતા પોલીસે આખી ઘટના અને આદિવાસી સમાજના આગેવાનો એ જ કહ્યું કે આ ઘટના સાચી નથી અને પોલીસને બદનામ કરનારી છે તે મણિલાલ ડાભીએ સાચી હકીકત લોકો સમક્ષ અને પોલીસ સમક્ષ રજુ કરતા દાંતા પોલીસની કામગીરી સામેનો વિવાદ પૂર્ણ થઇ ગયો છે.
@@ પોલીસે ફરીયાદ કરનાર અને જેની સામે આરોપ લગાવેલ તે આખા કેશની હકીકત જાણી અને આદિવાસી સમાજના આગેવાનો સાથે સત્ય બહાર લાવ્યું @@
હાલમાં પોલીસ સામે ખોટા ખોટા આરોપો લગાવવાની ફેશન થઇ ગઈ છે ,દાંતા પોલીસ સ્ટેશન અને દાંતા પીએસઆઇ જાદવ સાહેબ સામે પણ ભેમાળની ઘટનાને રાજકીય રંગ આપવાનો ભારે પ્રયાસ કરાયો માહોલ બગાડવાનો પણ પ્રયાસ કરાયો પણ આખરે આદિવાસી સમાજના આગેવાનો સત્ય બહાર લાવતા દાંતા પીએસઆઇ જાદવ સાહેબી કામગીરી ના વખાણ થઇ રહ્યા છે.
@@આદિવાસી સમાજ છોડી અન્ય સમાજ જોડે સબંધ રખાય તો એટ્રોસીટી કેવી રીતે લાગે ! @@
જે મહિલાએ ફરિયાદ કરવા ખુબ ધમપછાડા કર્યા અને એટ્રોસિટી નોંધાવવા પ્રયાસ કર્યો સાથે દાંતા પોલીસને બદનામ કરવા પણ ભારે પ્રયાસ કર્યો ત્યારે સાંઢોસી ગામના આદિવાસી આગેવાન એ જણાવેલ છે આ આદિવાસી બહેને અન્ય સમાજમાં લગ્ન કરેલ છે અને તે ગોસ્વામી બનેલ છે તો એટ્રોસીટી કેવી રીતે લાગી શકે,આદિવાસી સમાજના મોટાભાગના લોકોએ દાંતા પોલીસની કામગીરી ના વખાણ કરેલ છે.ભેમાળ ગામના હિન્દૂ અને મુસ્લિમ લોકોએ ભેગા મળી દાંતા પોલીસ મથકે સહી કરેલ કાગળ આપેલ છે અને આવી કોઈ ઘટના બની નથી તેમ જણાવેલ છે .
@@ આદિવાસી સમાજ લેભાગુ તત્ત્વોથી સાવધાન રહે @@
આદિવાસી સમાજ ભોળો હોઈ અમુક લેભાગુ તત્ત્વો પોતાનો સ્વાર્થ સાધવા માટે આવા ભોળા આદીવાસી સમાજનો ઉપયોગ કરી પોતાનો લાભ લેતા હોય છે. દાંતા પીએસઆઈ જાદવ સાહેબએ જણાવ્યું છે કે આદીવાસી સમાજ આવા તત્ત્વો થી સતર્ક અને સાવધાન રહે
@@આદિવાસી સમાજના આગેવાનનો મેસેજ @@
મળતી વિગત મુજબ …
બારવાસ ગામ ના ભોજાભાઈ ડાભી ની પુત્રી સોનલબેન ને અંબાજી ખાતે રહેતા રાજુભાઈ ગોસ્વામી જોડે સંબધ કરેલ છે ..
તેમજ રાજુભાઈ ના પિતા નું નામ સોમાભાઈ જે મુત્યુ પામતા રાજુભાઈ ની માતા અણદુંબેન ગોસ્વામી એ અંબાજી ખાતે રહેતા રમેશભાઈ રાવલ જોડે બીજા લગ્ન કર્યા હતા ..
આમ આ ચારે લોકો દાંતા તાલુકા ના ભેમાળ ગામે ભાગ માં રહે છે ..
પણ રાજુભાઈ ગોસ્વામી ખોટા ધંધા કરતા હોવાથી તેમને જ્યાં ભાગ રાખ્યો હતો ત્યાં થી આ વર્ષે ભાગિયા તરીકે ના રાખતા ..
શેઠ જોડે બોલા ચાલી કરી અને સોનાબેન આદિવાસી હોઈ તેના નામે ખોટી અફવા ઉભી કરી અને શેઠ જોડે તોડ કરવાનું ષડયંત્ર હતું ..
પણ જે આદિવાસી સમાજ ની દીકરી અન્ય સમાજ ના વેકતી જોડે લગ્ન કરી ને જાય તો તે આદિવાસી રહેતી નથી અને તેને જે પણ અપમાન સહેવું પડે કે કોઈ પણ પ્રશ્ન ઉભો થાય તો તેના માટે તે સંયમ ખુદ જિમ્મેદાર છે અથવા આવા લોકો ને સપોર્ટ કરવો જોઈએ નહિ…
તેમજ આ બધા લોકો મળી અને મીડિયા અને ન્યૂઝ સામે ખુદ ને આદિવાસી બતાવી અને આદિવાસી સમાજ નું અપમાન કરી રહ્યા છે આવા લોકો ને સીધા કરવા પડશે એટલે સૌ મિત્રો ત્યાર રહો આમને દાંતા પોલીસ સ્ટેશન માં બોલાવી બીજી વખત કઈ પણ ઘટના બને ત્યાં આદિવાસી નું નામ લઇ આદિવાસી સમાજ ને આંખ માં ધૂળ નાખવાની કોસીસ ના કરે ..
માહિતી આપનાર ..
મણિલાલ ડાભી .સાંઢોસી નો પણ આભાર વ્યક્ત કરું છું તેમજ આ પ્રમાણે ની હકિકત છે તે આપ સર્વે યુવાઓ ને સેર કરું છું ..
ધન્યવાદ 👏👏👍
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756