કડીની સંસ્કાર વિદ્યાલય (મેઘના છાત્રાલય)માં રથયાત્રાની ભવ્ય ઉજવણી

કડીની સંસ્કાર વિદ્યાલય (મેઘના છાત્રાલય)માં રથયાત્રાની ભવ્ય ઉજવણી.
કડીની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર કન્યા વિદ્યાલય તથા શ્રી કે.જે.પટેલ ગુજરાતી માધ્યમ અને શ્રી આર. કે. પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે કુ. મેઘના કન્યા છાત્રાલય કેમ્પસમાં અષાઢીબીજની રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાની બાળાઓ, સેવક હરિભાઈ તેમજ સ્ટાફમિત્રોના સહયોગથી ભગવાનશ્રી જગન્નાથજી, બલભદ્રજી તથા સુભદ્રાજીની સ્વનિર્મિત મૂર્તિઓ સુંદર મજાના સુશોભિત રથમાં સ્થાપિત કરી વિશાળ કેમ્પસમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. શાળાના આચાર્યા અંજનાબેને પહિંદવિધિ કરી હતી. મંગલ આરતી સાથે સેક્રેટરી બી.કે.પટેલ ડાયરેકટર કમલેશભાઈ, લાભુબેન તથા સમગ્ર સ્ટાફગણ અને આશરે બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ તબક્કે ઊર્મિલાબેને રથયાત્રાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ વર્ણવ્યો હતો. સંસ્થાના પ્રમુખ ભુદરભાઈ, ઉપપ્રમુખ અંબાલાલભાઈ, મંત્રી રમેશભાઈ તથા પ્રસાદના દાતા ગણેશભાઈ, તમામ આચાર્યશ્રીઓ વગેરેએ રથયાત્રાનું સ્વાગત પૂજન અર્ચન કર્યું હતું. જગડીશભાઈએ સુંદર તલવારબાજી કરી હતી. સભા સંચાલન પંકાજભાઈએ કર્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756