ઓબીસી યાદીમાં કારડીયા રાજપૂત સમાજનો સમાવેશ કરવાની માંગણી

ઓબીસી યાદીમાં કારડીયા રાજપૂત સમાજનો સમાવેશ કરવાની માંગણી
કેન્દ્ર સરકારની ઓબીસી યાદીમાં કારડીયા રાજપૂત સમાજનો સમાવેશ કરવાની માંગણી કરતાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ
પ્રાચી તીર્થ..ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (સા.શૈ.પ.વર્ગ) ની યાદી બહાર પાડવામાં આવેલ તેમાં ક્રમાંક 102 પર કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, કારડીયા નાડોદ સમાજ નો સમાવેશ કરવામાં આવેલ પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અન્ય પછાત વર્ગ ઓબીસીની યાદી બહાર પાડવામાં આવેલ તેમાં કારડીયા રાજપૂત સમાજ નો સમાવેશ કરવામાં આવેલ નથી આ બાબતે કારડીયા રાજપૂત સમાજને કેન્દ્ર સરકારની યાદીમાં કારડીયા રાજપૂત સમાજને ઓબીસી ની યાદીમાં સામેલ કરવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડે ગૃહમંત્રી અમિતભાઈ શાહને રૂબરૂ મળીને રજૂઆત કરેલ હતી.
રાજ્ય સરકાર દ્વારા કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, કારડીયા નાડોદ સમાજ ને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (સા.શૈ.પ.વર્ગ) ની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ જેથી રાજ્ય સરકારના અનામત તેમજ ઓબીસી ના અન્ય લાભો રાજય સરકારના તેઓને પ્રાપ્ત થાય છે પરંતુ કેન્દ્ર સરકારની યાદીમાં આ સમાજ ના નામો ના હોય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા અનામત કે અન્ય કોઈ લાભ તેઓને મળતા નથી તો કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, કારડીયા નાડોદ સમાજને કેન્દ્ર સરકારની ઓબીસી ની યાદીમાં સામેલ કરવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડે ગૃહમંત્રી અમિતભાઈ શાહને રૂબરૂ મળી અને રજૂઆત કરેલ હતી.
રિપોર્ટ : શૈલેષ કુમાર વાળા પ્રાચી ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756