ચાસવડ ડેરીની ૬૧ મી વાષિઁક સાધારણ સભા યોજાઈ

ચાસવડ ડેરીની ૬૧ મી વાષિઁક સાધારણ સભા યોજાઈ
Spread the love

ચાસવડ ડેરીની ૬૧ મી વાષિઁક સાધારણ સભા યોજાઈ

ગ્રાહકભંડાળ અને ૧ લાખ લીટરનો ચિલીંગ પ્લાન તૈયાર કરાશે

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ-વાલીયા તાલુકામાં વસવાટ કરતી પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ દુધ મંડળીની ૬૧ મી વાષિઁક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૦૨૧-૨૨ વષઁના વ્યવસ્થાપક સમિતિએ રજુ કરેલ હિસાબો મંજુર કરીને નફાની ફાળવણી,સંસ્થાના હિત માટેના અગત્યના વિષયો ઉપર વિસ્તૃત ચચૉ થઈ હતી.જ્યારે ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવાએ જણાવું હતું કે,તમામ સભાસદોને જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ ચાસવડ ડેરીમાંથી મળ રહે ને માટે ગ્રાહકભંડાળ શરૂ કરાશે, અને ૧ લાખ લીટરનો ચિલીંગ પ્લાન તૈયાર કરાવાના વાષિઁક સાધારણ સભામાં સભાસદો બહાલી આપી ટછે.આદિવાસી સમાજ સમર્પણ પેનલના કન્વીનર સંજય ભગતે જણાવ્યું હતું કે,સભાસદોના બાળકો ધો-૧૨ માં સારૂ પરીણામ લાવે તો તેમને સન્માનિત કરવાના નિણઁયને આવકારૂ છું.કન્વીનર મનહરભાઇ પટેલે જણાવ્યું હતું કે,સુપર ગ્રાહક ભંડાળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડીયાના ઢબે અત્યાઆધુનિક રહેશે,અને પારદશઁક વહીવટથી સભાસદોને સીધો ફાયદો થઇ રહ્યો છે.જે દરમિયાન ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવા,ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવા,મેનેજર સુરેશભાઈ પટેલ,ડેરીના આગેવાનો સંજય ભગત,મનહરભાઇ પટેલ,ચાસવડ સરપંચ મનસુખભાઇ વસાવા સહિત મોટી સંખ્યામાં સભાસદ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!