કડીમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંગે સેમિનાર યોજાયો.

સર્વ વિદ્યાલય કેમ્પસ, કડીમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંગે સેમિનાર યોજાયો.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સર્વ વિશ્વવિદ્યાલય તથા આર્ષ શોધ સંસ્થાન સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના સયુંકત ઉપક્રમે અધ્યાત્મ અને ટેકનોલોજીના પુરસ્કર્તા પ્રમુખસ્વામી મહારાજ વિષે સેમિનારનું આયોજન સર્વ વિદ્યાલય કેમ્પસ, કડીના એ. એચ. પટેલ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું. સેમિનારમાં અદભૂત અને અનન્ય, દિવ્ય અને ભવ્ય અક્ષરધામ મંદિર નિર્માણમાં ઉપયોગ થયેલી ટેકનોલોજી અને પ્રમુખસ્વામી મહારાજના માર્ગદર્શન દ્વારા કેવી રીતે નિર્માણ કરવામાં આવ્યું તે વિશે વિશ્રુત માહિતી આપી હતી. આ પ્રસંગે યુનિવર્સીટી ઓફ મેરી વોશિંગ્ટન, એશિયન વિલીજીઅંશના આસીસ્ટન્ટ પ્રોફેસર કલ્પેશ ભટ્ટ, સ્વામિનારાયણ મંદિર મહેસાણાના કોઠારી સ્વામી પૂજ્ય કરુણામૂર્તિદાસ, સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલ, આર્ષ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ગાંધીનગરના નિયામક ડૉ. પૂજ્ય શ્રુતિપ્રકાશદાસ સ્વામી, સંસ્થાના સર્વે મંત્રીશ્રીઓ, ડાયરેક્ટરશ્રીઓ, પ્રિન્સીપાલશ્રીઓ, મોટી સંખ્યામાં હરિભક્તો, કડીના નગરજનો, સંતશ્રીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
પૂજ્ય સંતોએ આર્શીવચન આપી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ડીસેમ્બર-૨૦૨૨ માં યોજાનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવમાં ભાગ લઈ દિવ્યતાનો અનુભવ કરવા આમંત્રણ પાઠવ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756