ગૌરીવ્રત કરતી કન્યાઓને ફળાહાર અને સુકોમેવો આપવામાં આવ્યો

વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા ગૌરીવ્રત કરતી કન્યાઓને ફળાહાર અને સુકોમેવો આપવામાં આવ્યો
પવિત્ર ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજંરગ દળ, દુર્ગા વાહિની, માતૃશકિત દ્વારા પવિત્ર ગૌરીવ્રત નિમિત્તે જુના ભરૂચ, નવગ્રહ મંદિર લાલ બજાર ખાતે ગૌરીવ્રત માં ઉપવાસ કરતી કુંવારી કન્યાઓને સુકોમેવો, ફળાહાર, કેળા ની વેફર તથા જરૂરી સામગ્રી આપવામાં આવ્યો. આ પ્રસંગે વિરેન રામજીવાલા, સંદિપ પુરાણી, હેમાબેન પટેલ, સાલુબેન ચૌહાણ, મંદિર ના પુજારી તથા સેવાભાવી લોકોએ હાજર રહી કુંવારી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756