ઝઘડિયા તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ધોરીમાર્ગ સહિતના અન્ય માર્ગો ધોવાયા

ઝઘડિયા તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ધોરીમાર્ગ સહિતના અન્ય માર્ગો ધોવાયા
Spread the love

ઝઘડિયા તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ધોરીમાર્ગ સહિતના અન્ય માર્ગો ધોવાયા.

ભરૂચ નાં મુલદથી લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટ ને જોડતાં ધોરીમાર્ગો થયા બિસ્માર..

મસ્ત મસ્તા મોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન..

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં આજરોજ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૨ મીમીથી વધુ જેટલો વરસાદ નોંધાયો હતો. અવિરત વર્ષાના કારણે તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર તેની અસર જોવા મળી હતી. લાંબા સમયથી માર્ગની ચાર માર્ગીય કામગીરી ખોરંભે પડતા માર્ગ અસંખ્ય ગાબડાઓને લઇને વાહન ચાલકો માટે યાતનારૂપ બન્યો હતો.
તેમાં માર્ગનું જ્યાંજ્યાં સમારકામ થયું હતું તેવા કેટલાક સ્થળોએ પણ વરસાદના પાણીના કારણે રોડનું ધોવાણ થયું હતું. રોડ પરના ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકો ગુંચવાયા હતા. થોડાક સમય પહેલા ઝઘડીયા તાલુકાના રાણીપુરા નજીક સિમેન્ટના ભુંગળા ભરીને પસાર થતી એક ટ્રકમાં ભુંગળા પર બાંધેલ પાટા છુટી જતા ટ્રકમાં ભરેલ ભુંગળા માર્ગ પર વેરણછેરણ થઇ ગયા ની ઘટના સામે આવી હતી. સદભાગ્યે આને લઇને અન્ય કોઇ વાહનને કે કોઇ રાહદારીને નુકશાન નહિ થતાં રાહત અનુભવાઇ હતી.
આ ટ્રકનું આગળનું વ્હીલ રોડ પરના એક ખાડામાં પડતા ટ્રક એકબાજુ નમી જતા ભુંગળા પર બાંધેલ પાટા છુટી જઇને આ ઘટના બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું.
આ ધોરીમાર્ગની ચાર માર્ગીય કામગીરી દરમિયાન બન્ને તરફના માર્ગ વચ્ચે ડિવાઇડર બનાવેલ છે. મળતી વિગતો અનુસાર ડિવાઇડરની આજુબાજુના બન્ને માર્ગો પર ભરાતું વરસાદનું પાણી બહાર નીકળવાનો યોગ્ય માર્ગ ન મળતા રોડ પરજ જમા થતાં માર્ગ ઠેરઠેર ધોવાઇ ગયો છે. આ માટે ડિવાઇડર વચ્ચે ખુલ્લી રખાયેલી જગ્યા પર માટી અને રેતીના જે થર જામતા હોય છે તેની યોગ્ય સફાઇ કરવી જરૂરી ગણાય. ચાર માર્ગીય કામગીરી ખોરંભે પડ્યા બાદ બિસ્માર બનેલ માર્ગ પર થતી સમારકામની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળુ અને જરુર કરતા ઓછુ મટીરીયલ વપરાતું હોવાની બુમો પણ ઉઠવા પામી છે.
ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા પરથી આ ધોરીમાર્ગ પસાર થાય છે. આ રાજપારડી ચોકડી નજીક પણ માર્ગ પર પડેલ ગાબડાઓમાં વરસાદનું પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકો તકલીફમાં મુકાયા હતા.

રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!