મિલકતની લે-વેચ ના દસ્તાવેજ ની નોંધણીમાં સરકારના નવા ફતવાઓથી ભારે આક્રોશ

મિલકતની લે-વેચ ના દસ્તાવેજ ની નોંધણીમાં સરકારના નવા ફતવાઓથી ભારે આક્રોશ
Spread the love

મિલકતની લે-વેચ ના દસ્તાવેજ ની નોંધણીમાં સરકારના નવા ફતવાઓથી ભારે આક્રોશ

મિલકતની લે-વેચ ના દસ્તાવેજ ની નોંધણીમાં સરકારના નવા ફતવાઓથી વકીલ મંડળ તથા આમ જનતામાં ભારે આક્રોશ – એડવોકેટ & નોટરી ઉષાબેન કુસકીયા

ગુજરાત સરકાર અવાર નવાર મિલકતના લે-વેચ ના દસ્તાવેજોની નોંધણી માં સમયાંતરે અવનવા પરિપત્ર બહાર પાડી મિલ્કત સબંધી દસ્તાવેજ ને લગતી કામગીરી ઉપર વ્યાપક અસર પડી રહ્યાનું વેરાવળ ના એડવોકેટે & નોટરી ઉષાબેન કુસકિયા દ્વારા જણાવવામાં આવે છે. હાલમાં જ નવા પરિપત્ર થી નવું ફોર્મ નં. 1 અમલી બનાવવા તેમજ જૂનું ઇનપુટ શીટ રદ કરવાના પરિપત્ર થી નવા ફોર્મ નં. ની સાથે જે પુરાવાઓ રજૂ કરવાનું ફરજીયાત જણાવેલ છે. તે પુરાવાઓ રજૂ કરવા કોઈ પણ સંજોગો માં વ્યાજબી અને વ્યવહારુ નથી. તેમજ નવા ફોર્મ નં. 1 સાથે બી.યુ. સર્ટિફિકેટ, મંજુર થયેલ બિલ્ડીંગ પ્લાન, બિનખેતી હુકમ તથા બિનખેતીનો પ્લાન ફરજીયાત રજૂ કરવાનું જણાવેલ છે. જે કોઈ પણ સંજોગો માં વ્યવહારુ નથી. કારણકે જુના ગામતળમાં આવેલી મિલ્કતો માં બી.યુ. સિર્ટીફીકેટ કે બિલ્ડીંગ પ્લાન છે જ નહિ તેવા લોકો દસ્તાવેજ ની નોંધણી જ કરાવી શકે નહિ. જે કુદરતી ન્યાયના સિંધ્ધાતો વિરુદ્ધ છે. કારણકે કોઈ પણ વ્યક્તિ જયારે કોઈ મિલ્કત નો માલિકી હક્ક ધરાવતો હોય તેઓને તેમની મિલ્કત વેચાણ કરવાનો બંધારણીય હક્ક છે. જે ફોર્મ નં.1 સાથે જોડવાના ફરજીયાત પુરાવાઓથી અવરોધાય છે. જે કાયદા વિરુદ્ધ છે. એટલું જ નહિ પુરાવાઓ ફરજીયાત રજૂ કરવાનો પરિપત્ર ગુજરાત હાઇકોર્ટ ના જજમેન્ટ ની પણ વિરુદ્ધ છે. તેમજ મોંઘવારી નો માર સહન કરતી જનતાને એક મોટો ડામ ભાજપ સરકારે આપ્યો છે. કારણકે રાજ્યમાં જેટલા રાજા રજવાડા અથવા ગામતળ ના મકાનો છે. જેના બિનખેતી ના હુકમ કે પ્લાન નહિ તે મિલકત નહિ વેચી શકે. તેમજ મોટા ભાગના લોકોએ બિનખેતી થયેલ જમીન માં આવેલા પ્લોટો પર આવેલા મકાનો માં બાંધકામ ની મંજૂરી મેળવેલ નથી. તેમજ જેમાં મંજૂરી મેળવેલ છે તેમાં બાંધકામ પૂરું થયાનું કમ્પલીશન સિર્ટીફીકેટ ન હોય તો પણ મિલકત ના દસ્તાવેજ થઇ શકશે નહિ. સરકાર ના આ કાળા કાયદાથી આમ જનતાને મિલ્કતની લે-વેચમા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આમ છતાં પણ દસ્તાવેજોની નોંધણી થઇ શકશે નહિ. જેની અસર આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પડશે. જેથી આ ગુજરાત સરકાર આ કાળો કાયદો પરત ખેંચે તેવી એડવોકેટ & નોટરી ઉષાબેન કુસકીયા દ્વારા માંગણી કરેલ છે.

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!