ઓરોકો પિલાતે રહેતે હે ઓર ખુદ પ્યાસે રહ જાતે હે એ પીનેવાલે ક્યા જાને પેમાનો પે ક્યા ગુજરી હે

હિંદી ફિલ્મોના ગીતની વાત નીકળે તો ચાર નામ.તરત જ યાદ આવે મોહમ્મદરફી મુકેશ કિશોર કુમાર.અને લતા મંગેશકર.
મુકેશ પાસે મર્યાદિત શેલી હતી.પણ તેમને જે ગીતો ગાયા છે તે અજરાઅમર છે.
મુકેશનો જન્મ 22 મી જુલાઈ 1923 ના દિવસે દિલ્હીમાં હિંદુ કાયસ્થ પરિવારમાં થયો હતો.મુકેશને ભરણના લગ્નમા ગીત ગાતા જોઈ તેમના નજદીકના સબંધી મોતીલાલે તેમને મુંબઈ આવવા આમંત્રણ આપ્યું.મોતીલાલની ઓળખાણથી 1945 માં મુકેશને નિર્દોષ ફિલ્મમાં કામ મળ્યું.મુકેશને ” પહેલી નજર માં દિલ જલતા હે તો જલને દો ” ગાવાની તક મળી.તે પછી મુકેશ રાજકપુર મનોજકુમાર અને દિલીપકુમારની ફિલ્મોના સેંકડો ગીતો ગાઈને અમર થઈ ગયા .રાજકપુરે મુકેશને શ્રદ્ધાજલી આપતા કહ્યું હતું મેં આજે મારો અવાજ ગુમાવી દીધો છે.રાજકપુર અને મુકેશના ગીતોનો એક દોર હતો.આ જોડીએ ઘણા યાદગાર ગીતો આપ્યા છે કયું ગીત યાદ કરીએ આ જોડીના બધા જ ગીતો કમાલના કોહીનુંર છે.અનાડીના ગીતો હોય કે ધરમકરમનું ઈક દીન બીક જાયેગા માટી કે મોલ હોય કે સદાબહાર મેરા નામ જોકરના કદી ના ભુલાઇ એવા ગીતો હોય મુકેશ જ આ ગીતોને પુરતો ન્યાય આપી શકે આપના લોકલાડીલા સુપરસ્ટાર અમીત માટે યશ ચોપરાની કભી કભી માટે મે પલ દો પલ કા શાયર હું આજે પણ સીનેરસિકો ગણગણે છે.
મુકેશ અને મોહમદ રફી સમકાલીન તો હતા જ પણ જુલાઈ મહિનો આ બે મહારથી માટે ખાસ છે 22 મી જુલાઈ મુકેશનો જન્મદિવસ અને 31 મી જુલાઈ મોહમદ રફીની પુણ્યતિથિ.
મુકેશે પરિવારના વિરોધ વચ્ચે મુંબઈના કાદિવલીમાં મોતીલાલના સહકારથી સરલા ત્રિવેદી સાથે મંદીરમાં લગ્ન કર્યા હતા.નીતિન મુકેશ તેમના પુત્ર થાય નિલ નીતિન મુકેશ મુકેશના પૌત્ર થાય.
1959 ની અનાડી ના ગીત “-સબ કુછ શિખા હમને” 1972 ની મનોજકુમારની બેઇમાન ” જય બોલો બેઇમાન કી” 1970 ની પહેચાનના ગીત ” સબસે બડા નાદાન ” અને 1976 ની અમીતની ” મેં પલ દો પલ કા શાયર હું ” માટે એવોર્ડ મળ્યા છે
મુકેશે ગુજરાતી ગીતો પણ ગાયા છે જેમાના અમુક તો આજે પણ લોકપ્રિય છે
નીલગગનના પંખીનું નજરના જામ છલકાવીને ક્યાં ચાલ્યા તમે હીત રહ્યું હતું પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે તેમજ મારા ભોળા દિલનો શિકાર કરીને હજુ પણ સુગમ સંગીતના કાર્યકમોમાં સાંભળવા મળે છે
મુકેશના ક્યાં ગીતો યાદ કરીએ ચાંદસી મહેબૂબા હો મેરી આવરાનું મેરા જુતા હે જાપાની હોય યહુદીનું યે મેરા દીવાનાપન હે હોય અનાડીનુ કિસીકી મુસ્કુરાહટો પે નિસાર હોય બદીનીનું ઓ જાનેવાલે હો શકે તો લોટ કે હોય સંગમનું દોસ્ત દોસ્ત ના રહા હોય આનંદનું મેને તેરે લિયે હી સાત રંગ કે હોય કે આનંદનું જ કહી દુર જબ દીન ઢલ જાયે જે મેરા નામ જોકરના કોહીનુંર ગીતો હોય બધા જ લાજવાબ બેનમુન ગીતો છે.
અમેરિકાના ડેટ્રોઇટ શહેરમાં એક કાર્યકમ દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા મુકેશે આ ફાની દુનિયા છોડી હતી.
મુકેશે રાજકપુર માટે 110 મનોજકુમાર માટે 46 અને દિલીપ કુમાર માટે 19 ગીતો ગાયા છે શકર જયકિશન માટે 133 જેમાં 3 ફિલ્મફેર એવોર્ડ સામેલ છે અને કલ્યાણજી આણંદજી માટે 99 ગીતો ગાયા છે
મુકેશના ગીતો તમે ચાલતા ચાલતા સાંભળી ના શકો સ્પેશિયલ ગીતો માટે સ્પેશિયલ વાતાવરણ સ્પેશિયલ ચાહકો જોઇએ .
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756