પ્રાંતિજ વાલ્મીકિ સમાજ દ્વારા નિશુલ્ક ચોપડા નુ વિતરણ કરાયું

પ્રાંતિજ વાલ્મીકિ સમાજ દ્વારા નિશુલ્ક ચોપડા નુ વિતરણ કરાયું
પ્રાંતિજના વાલ્મિકી સમાજ અને આગેવાનો દ્વારા ગલેચી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાતી શાળા નંબર 7 માં નિશુલ્ક ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વાલ્મિકી સમાજે ભાવિ પેઢી આગળ વધે અને ઉચ્ચ અભ્યાસ માટે પડતી મુશ્કેલીઓ માટે સતત કટિબદ્ધ રહે હેતુ થી.
પ્રાંતિજ ગુજરાતી શાળા નંબર 7 માં આવતા વિદ્યાર્થીઓ હિન્દુ મુસ્લિમ તથા અલગ અલગ સમાજ માંથી આવતા હોય છે ,વાલ્મિકી સમાજે એ કોઈપણ ભેદભાવ વગર વિદ્યામંદિરમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું , જેમાં વાલ્મિકી સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષથી ચોપડા તથા નોટબુકો છપાવતા હોય છે.
તો આ વર્ષે પોતે ટોકન ચાર્જ ભરીને ગુજરાતી શાળા નંબર 7 માં નિશુલ્ક ચોપડાઓ અંદાજિત 100 થી પણ વધુ વિદ્યાર્થીઓ ને વિતરણ કરવામાં આવ્યા હતા.
જેમાં સમાજ અને લોકહિત માટે સદા તત્પર રહેતા આર.કે .ચૌહાણ,
કનુભાઈ એમ પરમાર
, મુકુન્દરાય ચૌહાણ
દર્શનભાઈ ગોહેલ તથા જીતેન્દ્રકુમાર .સી .ચૌહાણ ના સહયોગથી પોતે ટોકન ચાર્જ ભરીને વિદ્યાર્થીઓને નિશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં શાળાના શિક્ષકો લલીતાબેન અને નયનાબેને દાતાઓનો આભાર માન્યો હતો
રિપોર્ટ : અશોકસિંહ રાઠોડ
લોકાર્પણ પ્રાંતિજ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756