કાંકણપુર કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો

કાંકણપુર કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
તાજેતરમાં શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજ માં રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા કોલેજમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના એન.એસ.એસ કોઓર્ડીનેટર ડૉ. નરસિંહભાઇ પટેલે વૃક્ષારોપણનું મહત્વ વિશે સમજાવ્યું હતું. તેમજ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. જૈમીની શાસ્ત્રી સાહેબે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવો જંગલોનું જતન કરો, અંગે વ્યાખ્યાન આપ્યું હતું. એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. મહેશ રાઠવા કોલેજના પ્રાંગણમાં કોલેજના અધ્યાપક, ડૉ. ઉષાબેન પટેલ, ડૉ. જગદીશભાઈ પટેલ, ડૉ.કનુભાઈ ચંદાણા, ડૉ.શૈલેષભાઈ પટેલ, ડૉ. નરસિંહભાઈ પટેલ, ડૉ.પ્રવીણ અમીન, ડૉ. અનિલ લકુમ ડૉ. સાબત પટેલ,ડૉ. સુરેશ પટેલ,ડૉ. જ્યંતી ભાઈ, ડૉ. એસ.એસ. રખિયાણા, રૂચા ઉપાધ્યાય તેમજ એન.એસ.એસ ના સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી માનનીય મૌલિનભાઈ શાહ દ્વારા વૃક્ષારોપણ કરવા બદલ કોલેજને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.મહેશ રાઠવા એ કર્યું હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756