ઉજ્જવલ ભવિષ્ય હેઠળ વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

પોરબંદરના કુતિયાણા ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય હેઠળ વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો
_વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ટુકા સમયમા દેશના ૧૮૫૦૦થી વધુ ગામડાઓ સુધી વીજળી પહોચાડી__
ગોસા(ઘેડ)પોરબંદર તા.૩૦, આઝાદી કા અમૃત મહોત્સવની સમગ્રદેશમાઉજવણીથઇરહીછે.જે અંતર્ગત ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ ગુજરાત અને ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા પોરબંદરના કુતિયાણા મહેર સમાજ ખાતે વીજળી મહોત્સવ પી.એમ.કુસુમ યોજના તથા ઝૂપડપટ્ટી યોજનાના વીજ કનેકશનના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવાની સાથે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય હેઠળ વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વીજ ઉત્પાદનની ક્ષમતા તથા પાવર સેક્ટરની મુખ્ય સિધ્ધિઓને પ્રકાશિત કરવાની સાથે વર્ષ ૨૦૪૭ ના લક્ષ્યાંક વિશે વિડિયો પ્રદર્શન યોજાયુહતુ.તથા વીજ ઉત્પાદન અને વીજ બચત થાય તે હેતુથી માહિતી અને મનોરંજનમાં નાટક પણ યોજવામાં આવ્યું હતું.
*દેશને અંધકારથી ઉજાસ તરફ લઇ જવામા ઉર્જા કર્મીઓએ ખુબ પરીશ્રમ કર્યો : જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરા*
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાએ કહ્યુ કે, હું પણ ગ્રામીણ વિસ્તારમાથી આવતી ખેડૂત પુત્રી છુ, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમા ગામે ગામ વીજળી પહોચી છે, ખેડૂતોને ખેતી માટે પાણીની ખુબ જ જરૂરીયાત રહેતી હોય ત્યારે વર્તમાન સરકારે વીજળી સમસ્યા હળવી કરવાની સાથે દેશને ઉર્જાક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ટુકા સમયમા દેશના ૧૮૫૦૦થી વધુ ગામડાઓ સુધી વીજળી પહોચાડી છે. સૈાભાગ્ય યોજના, કુસુમ યોજના સહિત યોજનાઓથી વીજ ક્ષેત્રે દેશે ક્રાંતિ કરી છે. આ ઉપરાંત પ્રમુખશ્રીએ વીજ કર્મીઓની કાબીલેદાદ મહેનતની પ્રસંશા કરીને કહ્યુ હતુ કે, દેશને અંધકારથી ઉજાસ તરફ લઇ જવામા ઉર્જા કર્મીઓએ ખુબ પરીશ્રમ કર્યો છે
*જ્યોતિ ગ્રામ યોજનાથી ગુજરાતના ગામડાઓ પ્રકાશિત થયાસૈાર, જળ અને પવન પાસેથી દેશને પ્રદૂષણ મૂક્ત વીજળી મળી રહી છે*
*પૂર્વ મંત્રીશ્રી ચીમનભાઇ સાપરીયા*
.
આ તકે કાર્યક્રમમા ઉપસ્થિત રહેલા પૂર્વ ઉર્જામંત્રી ચીમનભાઇ સાપરીયાએ કહ્યુ કે, મુખ્યમંત્રી જ્યોતિગ્રામ યોજનાએ ગુજરાતના ગામડાઓની કાયાપલટ કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમ દેશ આજે તમામ ક્ષેત્રે પ્રગતિના પંથે છે. સૈાર, જળ અને પવન પાસેથી ઉર્જા મેળવીને દેશને પ્રદૂષણ મૂક્ત વીજળી મળી રહી છે અને આવનારા દિવસોમા વધારે વીજ ઉત્પાદન કરવામા આવશે. નાગરિકો પોતાના ઘરમા સોલાર લગાવી વીજળી વેચીને આવક પણ મેળવી રહ્યા છે.
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નોડલ અધિકારીશ્રી હાર્દિકભાઇ કલસારીયાએ કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી. કાર્યક્રમની આભાર વિધી અધિક્ષક ઇજનેરશ્રી ડી.બી.કોડીયાતરે કરીને તમામ વીજ કર્મીઓ, અધિકારીઓ તથા મહેમાનોનો આભાર વ્યકત કરવાની સાથે કાર્યક્રમના આયોજનમા જોડાયેલા તમામ કર્મીઓને સરસ આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમમા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી ગોપાલભાઈ કોઠારી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી રમેશભાઇ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મસરીભાઇ ખુંટી, કુતિયાણા નગરપાલિકાના પ્રમુખશ્રી ઢેલીબેન ઓડેદરા, કાર્યપાલક ઇજનેરશ્રીઓ, નાયબઇજનેરશ્રીઓ, તાલુકાવિકાસઅધિકારીશ્રી સહિત અન્ય મહાનુભાવો, પી.જી.વી.સી.એલ.નો સ્ટાફ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વીજ યોજનાઓ અને વીજળીનુ મહત્વ સમજાવતુ ભવાઇ-નાટક ભજવવામા આવ્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન મિલનભાઈ પોટાએ કર્યું હતું.
રિપોર્ટ:-વિરમભાઈ કે. આગઠ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756