જૂનાગઢ રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ ૨૦૨૨

જૂનાગઢ રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ ૨૦૨૨
શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા આયોજિત આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમ થીમ પર ૧૦ થી ૧૭ વર્ષના વિધાર્થીઓ ભાગ લઇ શકશે
જૂનાગઢ : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર , જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ,જૂનાગઢ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ ૨૦૨૨ નું આયોજન કરવા માં આવેલ છે. જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ અંતર્ગત સમગ્ર ભારત માં છેલ્લા ૨૯ વર્ષ થી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. આ વર્ષે પણ આ પ્રોજેક્ટ થીમ બેઇઝ હોવાથી આ વર્ષની મુખ્ય થીમ આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમ ની સમજણ રાખવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ માં બાળકો વધુ ને વધુ ભાગ લે તેવા હેતુ થી બાળકોને વિજ્ઞાન વિષે ની વિશેષ માહિતી એકઠી કરી પોતાની આસપાસ માં ઉદભવતી સમસ્યાઓનું જ્ઞાન મેળવે તથા જ્ઞાનમાં વધારો કરવા આ પ્રોજેક્ટ કરવા માં આવે છે.
જેમની શિક્ષકો ની તાલીમ આગામી તા.૩ ઓગસ્ટ ને બુધવાર ના રોજ સવારે ૮-૩૦ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે રાખવા માં આવેલ છે. જેમાં જૂનાગઢ સીટી તથા જૂનાગઢ તાલુકા ના શિક્ષકો ભાગ લેશે તથા અન્ય તાલુકાઓ માં બીઆરસી ભવનો પર જઈ તાલીમ લઈ વિદ્યાર્થીઓ ને ગાઈડ કરી આ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ પોતામાં રહેલી શક્તિઓ ને બહાર લાવશે. તથા જેમા બાળકોની ઉમર ૧૦ વર્ષ થી ૧૭ વર્ષ હોઈ તે આ પ્રોજેક્ટ માં જોડાઈ શકે છે. આ સ્પર્ધા ઓક્ટોબર માસમાં ઓનલાઇન અથવા ઓફલાઈન માધ્યમ થી જિલ્લામાં યોજાશે.આ સ્પર્ધામાં ત્રણ તબક્કા માં યોજાશે આ પ્રોજેક્ટ નું મહત્વ સમજી આપના બાળકો,વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરી સારા ભવિષ્ય તરફ લઈ જશે તેવા હેતુ થી સરકારશ્રી દ્વારા આ પ્રોજેક્ટ મુકવામાં આવેલ છે અને હાલ તેનું રજીસ્ટ્રેશન શરૂ કરવા માં આવેલ છે.વધુ માહિતી માટે શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ,વંથલી રોડ,બીલનાથ મંદિર પાસે જૂનાગઢ ૯૪૨૯૪ ૩૩૪૪૯,૯૯૭૯૪ ૩૮૫૫૩ નો સંપર્ક કરવા જણાવાયું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756