સાબરકાંઠા જિલ્લામાં ૧ થી ૭ ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ ઉજવાશે

સાબરકાંઠા જિલ્લામાં ૧ થી ૭ ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ ઉજવાશે
Spread the love

સાબરકાંઠા જિલ્લામાં ૧ થી ૭ ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ ઉજવાશે

સાબરકાંઠા જિલ્લામાં ૧ થી ૭ ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ ઉજવાશે. જેમાં ૧લી ઓગસ્ટના રોજ મહિલા સુરક્ષા દિવસ જેમાં ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ જાગ્રુતિ સેમિનાર યોજવામાં આવ્યો.
૨જી ઓગસ્ટના રોજ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત વ્હાલી દિકરી યોજનાના મંજૂરી હુકમનું વિતરણ, રમતગમત ક્ષેત્રે વિશેષ પ્રદાન કરનાર મહિલા રમતવીરોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવા,આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે સ્તનપાન સપ્તાહ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ, કિશોરીઓનું આરોગ્યની તપાસણી કરાશે. એનિમિયા, કોરોના બુસ્ટર ડોઝ, આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ વિતરણ, સેનેટરી પેડ, હિમોગ્લોબિન તપાસ, આરોગ્ય તપાસ વગેરે કામગીરી કરવામાં આવશે.
૩ ઓગસ્ટના રોજ મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે ગંગાસ્વરૂપ મહિલાઓ તથા અન્ય મહિલાઓ માટે સ્વરોજગાર મેળો, જિલ્લા કક્ષાએ ઉદ્યોગસાહસિક મહિલાઓનું સન્માન, મહિલાઓના અધિકાર અને કલ્યાણકારી યોજનાઓની જાણકારી અંગે જાગૃતતા સેમિનારનું આયોજન કરાશે.
૪ ઓગસ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી નિમિત્તે મહિલા જાગૃતિ શિબીર, મહિલા સરપંચ, તાલુકા અને જિલ્લા કક્ષાએ સમાજમાં આગવું પ્રદાન કરનાર મહિલા ઓનું સન્માન,પંચાયતી રાજ અને સામાજિક અન્વેષણ વિશે સંવાદ, ખેતીવાડી ક્ષેત્રે અને ડેરી પશુપાલન ક્ષેત્રે આગવું પ્રદાન આપનાર મહિલા ખેડૂતોનું સન્માન કરવામાં આવશે. ૫ ઓગસ્ટ મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અન્વયે સેમિનારનું આયોજન અને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ,પ્રતિકાર સીડીનું નિદર્શન યોજવામાં આવશે.
૬ ઑગસ્ટ મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે મહિલા જાગૃતિ શિબિર રાજ્યકક્ષાએ શિક્ષણ વિભાગના સંકલનમાં કન્યા શિક્ષણની પ્રોત્સાહન કરતી યોજનાઓ તથા શ્રમ અને રોજગાર વિભાગના કૌશલ્યવર્ધન કેન્દ્રો, મહિલા આઇટીઆઇ કોલેજો અંગે વિષય નિષ્ણાત દ્વારા સમજ, મહિલા કલ્યાણકારી યોજના વિશે જાગૃતિ કરણ, વિવિધ હેલ્પ લાઇનની કામગીરી તથા ડેમોસ્ટ્રેશન દ્વારા જાણકારી, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું જાહેર સન્માન, શાળા કોલેજ ની દીકરીઓ સાથે પોસ્ટર મેકિંગ, રંગોળી, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.૭ ઓગસ્ટ મહિલા અને બાળ આરોગ્ય દિવસ નિમિત્તે જાગૃતતા શિબીર, સ્ત્રીરોગ નિદાન કેમ્પ , આંગણવાડી કેન્દ્રો ખાતે પૌષ્ટિક વાનગી નિદર્શન તથા THR માંથી આરોગ્યપ્રદ વાનગી માટે રસોઈ શોનું આયોજન તથા મહિલાઓ અને યોગ જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવશે.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!