હિંમતનગર: મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઇ

હિંમતનગર: મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઇ
Spread the love

*હિંમતનગર: મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઇ

*નારીશક્તિ થકી અસાધારણ વિકાસ સાધી શકાય છે.
– મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા

સાબરકાંઠા જિલ્લામા હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતામાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં ૧ થી ૭ ઑગસ્ટ દરમિયાન નારી વંદના ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહિલા સ્વરોજગારી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબાએ જણાવ્યુ હતુ કે નારીએ શક્તિનો ભંડાર છે. નારીશક્તિનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવામાં આવે તો અસાધારણ વિકાસ સાધી શકાય છે.વર્તમાન સમયમાં મહિલાઓના રક્ષણથી લઇને મહિલાઓ પોતાના પગભર બને તે માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. દરેક મહિલા પોતાના પગભર થઇ આર્થિક સધ્ધરતા મેળવે તે માટે સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ યતિનબેન મોદી અને મહિલા અને બાળ સુરક્ષા સમિતિના ચેરમેન રેખાબા ઝાલાએ મહિલાઓને સ્વાવલંબન માટે પ્રેરક ઉદબોદન કર્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.એચ શાહે મહિલાઓને સ્વાવલંબન દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. નારીશક્તિ થકી રાષ્ટ્રસમાજ ઉજળુ બની શકે છે. નારીશક્તિના સાહસના કોઇ સીમાડાં નથી. વધુમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એચ શાહે હર ઘર તિરંગા અંતર્ગત જિલ્લાના દરેક સ્થળે તેમજ ઘર પોતાના ઘર ઉપર તિરંગો લહેરાય તે માટે અપિલ કરી હતી.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી મેઘાબેન ગોસ્વામી દ્વારા મહિલાઓને વિવિધ યોજનાઓ તેમજ નોકરીદાતાઓની માહિતી આપવામાં આવી હતી.
મહિલાઓ પોતે સ્વમાનભેર સ્વરોજગારી થકી પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે ૬ થી વધુ કંપનીના નોકરીદાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.
આ કાર્યક્રમમાં ઉધ્યોગ સાહસિક મહિલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સખીમંડળની બહેનોને મંજૂરીપત્રો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જી.આઇ.ડી.સીના પ્રમુખશ્રી શ્યામ સુંદર સુલુજા, જિલ્લા ઉધ્યોગ કેન્દ્રના પ્રતિનિધિ,આઇ.ટી.આઇ કોલેજના પ્રતિનિધિ, જિલ્લા રોજગાર અધિકારી હિંમતનગર, ફિલ્ડ ઓફીસર દેવાંગભાઈ સુથાર તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા માહિતી કચેરી,હિંમતનગરના માહિતી મદદનીશ શ્વેતા પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!