નિર્માણ પામી રહેલ નુતન પાર્વતિ મંદિરનું સ્તંભ પૂજન કરાયું

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ નાં મંદિર પરિસરમાં નિર્માણ પામી રહેલ નુતન પાર્વતિ મંદિરનું સ્તંભ પૂજન કરાયું
પાર્વતી મંદિરના સ્થંભ તૈયાર થતા સ્તંભ પૂજન કરાયું, માર્બલમાં સુંદર કોતરણી કરેલ કુલ 44 સ્તંભ બનશે
શ્રી પાર્વતી મંદિર સોમનાથ ખાતે મુખ્ય મંદિરના પ્રાંગણમાં શ્રી પાર્વતી મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ મંદિર સફેદ આરસમાંથી બનાવવામાં આવશે. નુતન પાર્વતી મંદિર માટે શ્રી ભીખુભાઇ કેશુભાઇ ધામેલીયા પરીવાર તરફથી દાન મળ્યું છે. મંદિરમાં કુલ 44 સ્તંભ બનશે જેને માર્બલમાં સુંદર કોતરણી કામ કરી ને મઢવામાં આવશે.
આદરણિય વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચુઅલી પાર્વતી મંદિરની શિલાન્યાસ વિધિ ગત શ્રાવણ માસે કરેલ હતી.
આજરોજ સ્તંભ વિધિ મુખ્ય પુજારી વિજયભાઇ ભટ્ટ અને સાથી બ્રાહ્મણો દ્વારા સવારે 9-00 કલાકે કરવામાં આવેલ હતી, જેમાં મુખ્ય યજમાન ભીખુભાઇ ધામેલીયા પરીવાર, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રો. જે ડી પરમાર સાહેબ, પ્રવિણભાઇ લહેરી, સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇ સહીત લોકો ઉપસ્થીત રહ્યા હતા.
આ વિશાળ પ્રાંગણમાં નિર્માણાધિન દિવ્ય દેવાલય ની પ્રાણપ્રતિષ્ઠા પણ જાજરમાન થશે તેવી ઉપસ્થીત દાતાપરિવારે પરીકલ્પના સેવી હતી.
રિપોર્ટ : પરાગ સંગતાણી,
સોમનાથ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756