અંબે વિદ્યાલય – હરણી ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો

અંબે વિદ્યાલય – હરણી ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો
હરણી ખાતે આવેલી અંબે વિદ્યાલય – અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઊજવણી ઉત્સાહભેર કરી.
ભારતીય સંસ્કૃતિમાં પ્રભાતફેરીનું આગવું મહત્વ રહ્યું છે, બાળકો દ્વારા બેન્ડ સાથે હાથમાં તિરંગા લઇ વહેલી સાવરે પ્રભાતફેરી થીમ જીવંત કરવામાં આવી. “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ શાળાના ૧૫૦૦ જેટલા બાળકો ઘરેથી તિરંગો તેમજ દેશભક્તિ થીમ આધારિત ચિત્રો બનાવીને લાવ્યા તેવું પ્રદર્શન કરવામાં આવ્યું. હેડબોય-હેડ ગર્લ ને વર્ગપ્રતિનિધિ વિદ્યાર્થીઓ દ્વારા શાળાની અગાસી પર મોટી સંખ્યામાં તિરંગા લહેરાવવામાં આવ્યા. બાળકોએ ધ્વજને રાષ્ટ્રગાન સાથે સલામી આપી. ઊજવણીના ભાગરૂપે દેશભક્તિગીત અને તેના પર આધારિત ડાન્સનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. નાના ભૂલકાઓ ટ્રાઇકલર વસ્ત્રપરિધાન કરી લાવ્યા તેમના ગ્રુપ બનાવી તિરંગા અને ભારતદેશના નકશાની રચના કરવામાં આવી. આ નિમિત્તિ બાળકોમાં એનર્જી બૂસ્ટર તરીકે ”ગ્લુકોવિટા બોલ્ટ”નું વિપ્રો કંપનીના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું. આમ, વિવિધ કાર્યક્રમો દ્વારા દેશભક્તિનું વાતાવરણ સર્જાયું. જેનો અનેરો ઉત્સાહ બાળકોમાં જોવા મળ્યો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આયાર્યા શ્રીમતિ નિલમસિંઘના માર્ગદર્શન હેઠળ એક્ટીવિટિી ટીચર્સ દ્વારા કરવામાં આવ્યું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756