અંબાજીમા હરાજી બંધ પણ જો હરાજી કરાય તો ફુટપાથ ખુલ્લી કરાવીને હરાજી કરવામા આવે

અંબાજીમા હરાજી બંધ પણ જો હરાજી કરાય તો ફુટપાથ ખુલ્લી કરાવીને હરાજી કરવામા આવે
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે.અંબાજી માં અંબાનું પ્રાચીનતીર્થ સ્થળ છે આ ધામ મા વર્ષે દહાડે કરોડો લાખો માં અંબાના ભક્તો શીશ ઝૂકાવવા આવે છે.અંબાજીમા ભક્તો ભાદરવી મહામેળો ,નવરાત્રી અને દિવાળી પર્વ મા આવે છે.કોરોના કાળ બાદ પ્રથમ વખત ભાદરવી મહામેળો અંબાજી ખાતે આગામી 5 થી 10 સપ્ટેમ્બર ખાતે યોજાશે ત્યારે તાલુકા પંચાયત દ્વારા અંબાજી ના ફૂટપાથ પર ખુલ્લા હંગામી પ્લોટ માત્ર 6 દિવસ માટે જાહેર હરાજી થી આપવામા આવે છે ત્યારે અંબાજી ખાતે તારીખ 23 થી 26 તારીખ સુધી જૂની કોલેજ ખાતે રાખવામાં આવી હતી પરંતુ સોમવારે સવારે અંબાજી મંદિરના મિટિંગ હોલ મા વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીની હાજરીમાં મેળાને અનુલક્ષીને મિટિંગ યોજાઈ હતી અને જેમા અંબાજી પ્લોટની જાહેર હરાજી અનિવાર્ય સંજોગોને કારણે મોફુક કરાઈ હતી.
અંબાજીના માર્ગો પર ફૂટપાથ પર ભાદરવી મેળા દરમિયાન અંદાજે 500 જેટલા પ્લોટની હરાજી દર વર્ષે તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવે છે,પરંતુ કોરોના કાળ બાદ પ્રથમ વખત મહામેળો અંબાજી ખાતે યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ 2022 નો મહામેળો અલગ પ્રકારનો રહેશે.વહીવટી તંત્ર અને પોલીસતંત્ર દ્વારા માઇભક્તોને કોઈજ પ્રકારની મુશ્કેલી ન પડે તેવા પ્રયાસો શરુ કરવામાં આવી રહ્યા છે.સોમવારે અંબાજી મંદિર ખાતે ચર્ચા વિચારણા કર્યા બાદ બપોરે મીડિયાને માહિતી આપવામાં આવી હતી અને જાહેર નિવિદા જાહેર કરવામાં આવી હતી કે વહીવટી કારણોસર 23 થી 26 તારીખ ના રોજ ખુલ્લા પ્લોટની હરાજી અંબાજી ખાતે હાલ યોજાશે નહીં અને આગામી કોઈ જાહેરાત તંત્ર દ્વારા ન કરાય ત્યાં સુધી પ્લોટની હરાજી થશે નહિ
@@ અંબાજીના લોકો વિચારમાં પડી ગયા સવારે હરાજી થશે તેવી રીક્ષા ફરી અને સાંજે હરાજી નહિ થાય તેવી રીક્ષા ફરી @@
અંબાજી ખાતે સોમવારે ગ્રામ પંચાયત દ્વારા અંબાજી મહામેળા માટે જાહેર હરાજી પ્લોટ માટે રીક્ષા ફેરવવામાં આવી હતી અને બપોરે હરાજી મોફુક રહેવાનો આદેશ આવી જતા સાંજે ફરીથી જાહેર પ્લોટની હરાજી મોફુક રાખવામાં આવી છે તેવી જાહેરાત કરવામાં આવતા લોકો પણ વિચાર માં પડી ગયા હતા.અંબાજી ગ્રામ પંચાયત દ્વારા 25/8/2022 ના રોજ સવારે ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવામાં આવશે ,વેપારીઓ માટે કડક સૂચના પંચાયત તરફથી આપવામાં આવી છે દબાણ ને લઈને
@@ ફૂટપાથ પર અડિંગો જમાવીને બેઠેલા દુકાનદારો પર કોઈજ કાર્યવાહી નહીં @@
અંબાજી ગ્રામ પંચાયતની પણ બેધારી નીતિ છે જો કોઈ વેપારી માત્ર 2 કે 3 ફૂટ દુકાન આગળ દબાણ કરે તેનું દબાણ તાત્કાલીક તંત્ર દ્વારા હટાવવામાં આવે છે પણ આખુ વર્ષ જાહેર ફૂટપાથ પર ગેરકાયદેસર અડિંગો જમાવીને બેઠેલા વેપારીઓ પર કોઈજ પગલાં ભરવામા આવતા નથી.અંબાજી દાંતા માર્ગ પર ખોડીવડલી થી રેવાપ્રભુ સદન સુધી બંને બાજુ,દર્શનપથ પર ,ગબ્બર માર્ગ પર અને ખોડીવડલી થી યેવલાબીડી સુધી ચાલવાના ફૂટપાથ પર 50 કરતા વધુ વેપારીઓ ગેરકાયદેસર અડિંગો જમાવીને બેઠા છે ,મોટામોટા કેબિનો અને છાપરા બાંધ્યા છે પણ પંચાયત માત્ર અંબાજીના બજારોના કાયદેસર દુકાન વાળાને હેરાન કરે છે.કોઈ વેપારીને મેળા માટે માનીલો 101 નંબર નો પ્લોટ હરાજી થી લેવો છે પણ સ્થળ પર કોઈ વેપારી અહીં ગેર કાયદેસર કબજો જમાવીને બેઠો છે તો આ અન્ય વેપારી કઈ રીતે 101 નંબરનો પ્લોટ ખરીદશે ,આ બાબતે તંત્ર દ્વારા પહેલા સમગ્ર ફૂટપાથ ખાલી કરાવીને પછીજ હરાજી કરવી જોઈએ.
@@ મદન નાસ્તા ની જગ્યા છે તેને આટલું દબાણ કર્યું @@
ઇન્ટરનેશનલ હોટલ સામે સરકારી ચાલવાની ફૂટપાથ પર મદન નાસ્તા વાળાની દાદાગીરી સામે આવી છે ,ભાદરવી મેળો નજીક આવતા મદન નાસ્તા વાળાએ 6 પ્લોટ જેટલું દબાણ કરેલ છે ,વહીવટી તંત્ર તાત્કાલિક આ દબાણ દૂર કરીને દંડ વસુલ કરે ,આ મદન નાસ્તા વાળની ભારે દાદાગીરી ફૂટપાથ પર જોવા મળે છે ,ચાલતી ચર્ચા મુજબ અંબાજી પોલીસ સ્ટેશન નો એક કર્મચારી આ મદન નાસ્તા વાળાને સપોર્ટ કરે છે
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756