માંગરોળ ખાતે મામલતદાર શ્રી ને એ.આઈ.એમ આઈ.એમ.પાર્ટી દ્વારા આવેદન આપવામાં આવ્યુ.

માંગરોળ ખાતે મામલતદાર શ્રી ને એ.આઈ.એમ આઈ.એમ.પાર્ટી દ્વારા આવેદન આપવામાં આવ્યુ.
Spread the love

ગુજરાત મા હાહાકાર મચાવનાર બિલ્કીસ બાનુ કેસના અગિયાર આરોપીઓ છોડી મૂકાતાં તેના વિરોધ મુદ્દે એ.આઈ.એમ આઈ.એમ.પાર્ટી દ્વારા આવેદન આપવામાં આવ્યુ.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત મા 2002 ના વર્ષ મા ગોધરાકાંડ ના સંદર્ભે થયેલા તોફાનો દરમ્યાન બિલ્કીસ બાનુ નામની જે તે સમયે 21 વર્ષ ની સગર્ભા મહિલા ઉપર સામુહીક બળાત્કાર કરવામાં આવેલ અને તેની ત્રણ વર્ષની દિકરી સહિત સાત લોકોની સામુહીક હત્યા કરવામાં આવી હતી. ફરિયાદી બિલ્કીસ બાનુ એ પોતાને પૂરતો ન્યાય મળી રહે તે હેતુથી ગુજરાત ની બહારની અદાલતમાં પોતાનો કેસ ચાલે તેવી સુપ્રીમ કોર્ટમાં માગણી કરેલ હતી જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે આ કેસ મહારાષ્ટ્ર રાજયમાં ચલાવવામાં આવે તેવો હુકમ કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર ની ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે આ ગુનાના અગિયાર આરોપીઓને જન્મટીપની સજા ફટકારી હતી. આ ગુનાના અગિયાર આરોપીઓ કે જે સજા ભોગવતા હતા તેમણે સુપ્રીમ કોર્ટ મા સજા માફી માટે અરજી દાખલ કરી ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે સજા માફી માટે એક કમિટીની રચના કરી ગુજરાત સરકાર ઉપર આ ફેસલો મૂકેલ.
ગુજરાત સરકારે બનાવેલી કમીટી એ પંદરમી ઓગસ્ટ 2022 ના રોજ સામૂહિક બળાત્કાર અને સામુહીક હત્યાના આજીવન કેદ ની સજા ભોગવતા તમામ અગિયાર આરોપીઓની સજા માફી કરીને તેમને છોડી મૂકવામાં આવેલ.
ગુજરાત સરકારે નિયત કરેલી સજા માફી માટેની કમીટી એ આ બધાજ આરોપીઓની સજા માફ કરીને છોડી મૂકવામાં આવતાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાં પ્રત્યાઘાતો પડેલ છે અને અનેક લોકોએ ગુજરાત સરકારે બનાવેલી કમીટી ના ફેસલા નો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના ભાગ રુપે જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમા એ.આઈ એમ આઈ એમ પાર્ટીના જુનાગઢ જીલ્લા ના પ્રમુખ સુલેમાન પટેલ ની આગેવાની હેઠળ પાર્ટી ના માંગરોળ શહેર તેમજ તાલુકાના હોદ્દેદારો એ સાથે મળી માંગરોળની આમ જનતા કે જેમાં હિંદુ મુસ્લિમ સમાજનાં લોકો પણ જોડાયા હતા તેઓને સાથે રાખી માંગરોળ મુકામે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ને માંગરોળ મામલતદાર દ્વારા મહામહીમ દેશના રાષ્ટ્રપતિ તેમજ લાગતા વળગતા વિભાગને પહોંચતું કરવા એક આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
આવેદનપત્ર મા એવી માગણી કરવામાં આવેલ કે બિલ્કીસ બાનુ ના સામુહીક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યો ની સામુહીક હત્યા બાબતે ગુજરાત સરકારે બનાવેલી કમીટી દ્વારા આ બનાવનાં આરોપીઓ અગિયાર લોકો કે જે જનમટીપની સજા ભોગવતા હતા તેઓને પંદરમી ઓગસ્ટ 2022 ના રોજ આ કમિટીએ છોડી મૂકવામાં આવેલ છે તેને પરત જેલ મા ધકેલવામાં આવે અને ગુજરાત સરકારની પોતાની જ બનાવેલી એક પોલીસી કે જેમા એવો સ્ષ્ટ ઉલ્લેખ હતો કે સામુહીક બળાત્કાર તેમજ સામુહીક હત્યા ના આરોપીઓ કે જે સજા ભોગવી રહ્યા હોય તેઓની સજા માફ ના કરવી તેમ છતાં તે પ્રકારના જ ગુના મા જનમટીપની ની સજા ભોગવતા તોમતદારો ને છોડી મૂકવામાં આવેલ હોય તેમને છોડી મૂકીને ફરિયાદી બિલ્કીસ બાનુ ને અન્યાય કરેલ હોવાથી તેઓને ફરીથી જેલ ભેગા કરીને ભોગ બનનાર બિલ્કીસ બાનુ ને ન્યાય આપવા માગણી કરવામા આવી હતી.
મોટા અવાજે સુત્રોચ્ચાર કરી ને લોકોએ આક્રોશ સાથે આવેદન પત્ર માંગરોળ મામલતદાર ને સુપ્રત કર્યુ હતું.
આવેદનપત્ર આપવાના એ આઈ એમ આઈ એમ પાર્ટીના શહેર પ્રમુખ યુસુફભાઈ, મહામંત્રી ઉસ્માનભાઈ ભટ્ટુ, ઉપ પ્રમુખ સત્તાર બાપુ,અસ્ગર મીયાં બાપુ,તાલુકા પ્રમુખ ઈશાકભાઈ ખેબર,મહામંત્રી મામનભાઈ પારેખ,ઉપ પ્રમુખ ફારુકભાઈ મલ, સરફરાઝ પઠાણ,આબેદીન જેઠવા,ઇલિયાસ અલાદ,ઇલિયાસ પટેલ,અમીનભાઈ પીર,તેમજ તમામ હોદ્દેદારો અને ટેકેદારો જોડાયા હતા સાથે મહિલા શહેર પ્રમુખ વિજયા બહેન શુક્લ સાથે આઠ મહિલા હોદ્દેદારો સાથે શહેરની બહેનો પણ જોડાઈ હતી.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!