વિશ્વ પ્રવાસી સંઘમાં આંતરરાષ્ટ્રીય કોર્ડીનેટર તરીકે ઈલેવાન ઠાકરની નિમણૂંક કરવામાં આવી

વિશ્વ પ્રવાસી સંઘમાં આંતરરાષ્ટ્રીય કોર્ડીનેટર તરીકે ઈલેવાન ઠાકરની નિમણૂંક કરવામાં આવી
Spread the love

વિશ્વ પ્રવાસી સંઘમાં આંતરરાષ્ટ્રીય કોર્ડીનેટર તરીકે ઈલેવાન ઠાકરની નિમણૂંક કરવામાં આવી

કૈલાશ માનસરોવર, જ્ઞાનવાપી મંદીર અને લવ જેહાદના વિષયો અમારી પ્રાથમિક્તા ઃ ઈલેવાન ઠાકર

ગાંધીનગર , તા.૨૨

વિશ્વ પ્રવાસી સમાજીક અને સાંસ્કૃત્તિક સંઘની રાષ્ટ્રીય સંકલન સમિતિની બેઠક દિલ્હીના કરોલ બાગમાં યોજાઈ હતી. આ બેઠકમાં સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી દયાનંદજી મહારાજ , રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કૈશલ અગ્રવાલ , સંસ્થાના વડા ડો. સત્ય પ્રકાશ તિવારી , રાષ્ટ્રીય મહાસચિવ ડૉ. રણબીર સિંહની સાથે દેશના વિવિધ રાજ્યોના પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે છેલ્લા ૪ વર્ષથી સંઘમાં સેવા બજાવતા ઈલેવાન ઠાકરને તેમની નિષ્ઠાઅને કામગીરી જોઈને રાષ્ટ્રીય મહામંત્રી અને આંતરરાષ્ટ્રીય કોર્ડીનેટર તરીકે સાથે સાથે સંઘના પ્રચાર પ્રસાર, પ્રકાશન અને પ્રસાશનની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પ્રસંગને અનુરુપ ઈલેવાન ઠાકરે જણાવ્યું હતું કે, છેલ્લા ૪ વર્ષથી અમે કૈલાસમાન સરોવર કે જે ચાઈના ના અનઅધિકૃત કબ્જામાં છે તેને મુક્ત કરવા માટે વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમો આપેલ છે અને કૈલાસ માનસરોવર ને વૈશ્વિક ધરોહર તરીકે જાહેર કરવાની અમારી મુખ્ય મંગણી છે જેમાં અમો સમગ્ર વિશ્વમાં આ કાર્યક્રમ ચલાવી રહ્યાં છીએ. સાથે સાથે જ્ઞાનવાપી મસ્જીદ જેને અમો જ્ઞાનવાપી મંદીર કહીએ છીએ કેમ કે પુરાતત્વ વિભાગ દ્વારા અમારા હિન્દુ દેવતાઓના અવસેષો ત્યાંથી મળી આવેલ હોવાથી જ્ઞાનવાપી મંદીરના પ્રશ્નનો હલ તાત્કાલીક આવે તે માટે અમો કર્યક્રમો અને લોક જાગૃતીના અભિયન ચલાવી રહ્યાં છીએ. સાથે સાથે લવ જાહાદના કિસ્સાઓ જે રીતે સમાજમાં વધી રહ્યાં છે અને તેનો ભોગ હિન્દુ દિકરીઓ બની રહી છે તે બાબતે પણ અમો સતત કાર્યક્રમો આપી રહ્યાં છીએ અને સનાતની સંસ્કૃત્તીને ઉત્તેજન આપી સામાજીક અને સાંસ્કૃત્તિક વારસાને કાયમ રાખવાના પ્રયત્નો કરીએ છીએ.

તેઓએ જણાવ્યું હતું કે, આંતરાષ્ટ્રીય કોર્ડીનેટર તરીકે મને સોંપવામાં આવેલ જવાબારી માં પ્રથમ બેઠક યુકેમાં આવતા ફેબ્રુઆરી માસમાં અમો લેવા જઈ રહ્યાં છીએ ત્યારબાદ દુબઈ અને પછી મે – ૨૦૨૩માં યુએસએ ખાતે વિશ્વ પ્રવાસી સામાજીક અને સાંસ્કૃત્તીક સંઘની બેઠક થવા જઈ રહી છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!