તલાટીઓની હળતાલ સમેટાઈ, સરકારે 5 માંથી 4 માંગણીઓ સ્વીકારી

રાજ્યમાં ચાલી રહેલી તલાટીઓની હડતાળનો સુખદ અંત આવ્યો છે અને આ હડતાલ સમેટાઈ છે. ગુજરાત સરકારે તલાટીઓની 5 માંથી 4 માંગણીઓ સ્વીકારી છે, જેને લઇ તેઓ હડતાલ કરી રહ્યાં હતા. બાકી રહેલી એક માંગણી મુદ્દે સમિતિની રચના કરવામાં આવશે અને ત્યાર બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે બેઠક બાદ તલાટી મંડળની હડતાલ સમેટાઈ છે.
2 ઓગષ્ટથી શરૂ થઇ હતી તલાટીઓની હડતાળ
તલાટીઓની પડતર માંગોને લઈને તલાટી મંડળે ગત તારીખ 2 ઓગષ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી હતી. આ હડતાલમાં રાજ્યભરના 8500થી વધુ તલાટીઓ જોડાયા હતા. તલાટી મંડળે દાવો કર્યો હતો કે સરકારે આજથી 9 મહિના પહેલા તમામ [પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની વાત કરી હતી, જો કે આ વાતને 9 મહિના વીતી જવા છતાં એક પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું ન હતું.
તલાટીઓએ પંચાયતને લગતી તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો
હડતાળમાં જોડાયેલા તમામ તાલટીઓએ રાજ્યભરમાં પંચાયતને લગતી તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો જેથી વિવિધ અરજદારોને વિવિધ દાખલાઓ, સર્ટિફિકેટ કઢાવવા ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી. હવે આ હડતાળ સમેટાઈ જતા આવતીકાલથી તલાટીઓ પંચાયત હસ્તકના તમામ કામો શરૂ કરશે.
રિપોર્ટ:-અર્પણ રાઠોડ (અરવલ્લી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756