ઉમરપાડા પોલીસે ફિલ્મી ઢબે દારૂ ભરેલી બે કાર ઝડપી પાડી

ઉમરપાડા પોલીસે ફિલ્મી ઢબે દારૂ ભરેલી બે કાર ઝડપી પાડી
Spread the love

ઉમરપાડા પોલીસે ફિલ્મી ઢબે દારૂ ભરેલી બે કાર ઝડપી પાડી

ત્રણ બુટલેગરો સરદા ગામે કાર મુકી જંગલમાં ભાગી છુટ્યા

પોલીસે ઇંગ્લિશ દારૂ સહિત 13 લાખથી વધુ નો મુદ્દા માલ કબજે લીધો

ઉંમરપાડા પોલીસે ફિલ્મી ઢબે દારૂ ભરીને આવતી બે કાર નો પીછો કરી દારૂ સહિત કુલ 13,82,800 નો મુદ્દા માલ ઝડપી લીધો હતો જ્યારે ત્રણ બુટલેગરો જંગલમાં ભાગી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે
ઉચ્ચ પોલીસ અધિકારીઓના પ્રોહિબિશન ના ગુના અટકાવવાના આદેશ અનુસાર ઉમરપાડા ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પો.કો. પ્રફુલભાઈ સાકરભાઇ, ને એક ખાનગી બાતમીદાર વતી બાતમી મળી હતી કે સેલંબા થી ઉમરપાડા તરફ વિદેશી ઇંગલિશ દારૂ ભરેલી ટોયેટો કંપની ફોર વ્હીલ કાર અને મહીન્દ્ર કંપનીની એક્સ યુ વી કાર આવી રહી છે બાતમી મળ્યા બાદ વધુ પોલીસ બોલાવી ઉંમરપાડા ચાર રસ્તા ખાતે પોલીસે વોચ ગોઠવી હતી આ સમયે બાતમી અનુસાર બે કાર સામેથી આવતા પોલીસે તેને અટકાવવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને કાર ના ચાલકોએ પુરપાટ વાહન હંકારતા પોલીસે ફિલ્મી ઢબે બંને કાર નો પીછો કર્યો હતો કાર ચાલકો કેવડી તરફ પહોંચ્યા હતા આ સમયે પોલીસે અગાઉથી જ કેવડી ચાર રસ્તા ખાતે બેરીકેટિંગ કરી રસ્તો બંધ કરેલો હોવાથી તેઓએ બંને કાર પાછી વાળી લીધી હતી આ સમયે પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ સાકરભાઇ એ સરકારી મોટર સાયકલ રસ્તા ઉપર આડી મૂકી રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર ચાલકો સરદા ચાર રસ્તા થી સરદા ગામ તરફ વળી ગયા હતા ત્યારે પોલીસે ફરી પીછો કરતા સરદા ગામ નો રસ્તો પૂરો થઈ જતા આખરે બંને કાર મૂકી ત્રણ જેટલા ઈસમો જંગલ જાળીમાં ભાગી છુટ્યા હતા. પોલીસે ટોયેટો કંપનીની ફોરવીલ કાર GJ 5 J B 4950 અને મહિન્દ્રા કંપનીની એક્સ યુ વી ફોર વીલ કાર G J 15 CD 2759 કબજે લીધી હતી જેમાંથી રૂપિયા 82,800 નો પર પ્રાંતિય વિદેશ દારૂ કબજે લીધો હતો અને વાહન મળી કુલ 13,82,800 નો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે જ્યારે ટોયેટો કંપનીની કાર નો ચાલક તેમજ તેની બાજુમાં બેસેલ ઈસમ અને બીજી કારનો ચાલક મળી કુલ ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે આરોપીઓ વિરુદ્ધ હેડ કોન્સ્ટેબલ નિતેશભાઇ કુમાજીભાઈ એ ફરિયાદ નોંધાવી હતી

રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોળ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!