ભરૂચના ગાયત્રીનગરમાં નવગ્રહ અને અગિયાર મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ

ભરૂચના ગાયત્રીનગરમાં નવગ્રહ અને અગિયાર મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ
ભરૂચના ગાયત્રીનગરમાં જલારામ સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત મંદિરે નવગ્રહ અને નાની મોટી પનોતીની પ્રતિમાને બિરાજમાન કરવામાં આવી છે. ગાયત્રી નગર ગુ.હા.બોર્ડના કોમન પ્લોટમાં જલારામ, રામેશ્વર મહાદેવ તથા ભાથીજી મહારાજના મંદિરનું ટ્રસ્ટ દ્વારા સુંદર સંચાલન થાય છે. ઉપરાંત હનુમાનજી, બળિયા દેવ જેવા નાના મંદિર અને લગભગ હિન્દુઓના તમામ દેવોની મૂર્તિઓની સ્થાપના થયેલી છે. આજરોજ લોકલાગણીને ધ્યાનમાં રાખીને નવગ્રહ દેવ તથા નાની-મોટી પનોતીની મળી અગિયાર મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિક ભક્તોએ ખૂબજ ઉત્સાહિત થઈ પૂજા વિધિમાં જોડાયા હતા.હવે નવગ્રહ દેવ અને નાની-મોટી પનોતીની પૂજા માટે દૂર નહિ જવું પડે તેવી લાગણી સાથે ભક્તોમાં ખુશી જોવા મળી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756