ડૉ. વલ્લભભાઈ કથીરિયાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત

ડૉ. વલ્લભભાઈ કથીરિયાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત
Spread the love

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ પૂર્વ ડૉ. વલ્લભભાઈ કથીરિયાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત
દિલ્હી GCCI (ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ) નાં સ્થાપક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ તાજેતરમાં ભારતનાં વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા પાર્લામેન્ટ ઓફિસમાં નરેન્દ્રભાઈ મોદીજી ને મળી ને ગુજરાત તથા ભારતમાં ગૌ સેવા વિષયક અને રાજકીય , સામાજિક અને પર્યાવરણ ક્ષેત્રોના અનેકવિધ વિષયો પર ચર્ચા કરી હતી. ગુજરાત તથા દેશનાં અન્ય રાજ્યોમાં ગૌ આધારિત અર્થતંત્રનો વિકાસ થાય તે અંગે માહિતીની આપ લે કરી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી પાસેથી આ અંગે માર્ગદર્શન પણ મેળવ્યું હતું. મુલાકાત દરમ્યાન ડૉ વલ્લભભાઈ કથીરિયા એ કહ્યું કે આવનારા દિવસોમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના કેન્દ્રમાં ભારતીય ગાય હશે , જમીનની ઘટતી જતી ક્ષમતા અંગે કહ્યું કે જમીન સુધારવાની શક્તિ અને ક્ષમતા માત્ર દેશી ગાયના ગોબરમાં છે. અન્નની વૈશ્વિક સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે આપણું દેશી ગાયનું છાણ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પણ પોતાના પૂર્વ વક્તવ્યમાં કહ્યું છે કે, આપણે જમીનને ઘણા ઝેરના ઈન્જેક્શન આપ્યા છે. હવે આ જમીનને તેની પસંદગીની વસ્તુઓ ખવડાવો અને તે માત્ર ગાયનું ગોબર અને ગૌમૂત્ર જ છે. ગૌ આધારિત ખેતી માત્ર આવક માટે જ નહીં પરંતુ વિશ્વની ખાદ્ય સુરક્ષા અને સમાજને સ્વસ્થ રાખવા માટે પણ જરૂરી છે. ડો. વલ્લભભાઈ કથીરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે સરકાર શ્રી તેમની તમામ યોજનાઓ અને તમામ કાર્યક્રમોમાં પણ ધીમે ધીમે ગૌ આધારિત ઉદ્યોગોનો સમાવેશ કરી રહી છે તેમજ ઉદ્યોગ સાહસિકોને સાથે લઈને ગૌ આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે નિર્ણાયક દિશામાં પગલાઓ લઈ રહી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

WhatsApp-Image-2022-08-23-at-1.12.49-PM-1.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!