હિંમતનગર: રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર.

હિંમતનગર: રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર.
તારીખ 3 સપ્ટેમ્બર ના રોજ ગુજરાત રાજ્યના દરેક જિલ્લા મથકો ઉપર રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના ને સ્થાને જૂની પેન્શન યોજના પુન લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા લાંબા સમયથી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા એચ ટાટ op થયેલ શિક્ષકોના પ્રશ્નો, નગર તથા મહાનગરપાલિકાના શિક્ષકો માટે 4200 ગ્રેડ પે
પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રશ્નોના ઉકેલનો સત્વરે ઠરાવ તથા પરિપત્ર સાથે શાળાના કર્મચારીઓને બદલીનો લાભ આપવા વિનિયમમાં સુધારો, સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોની પાંચ વર્ષની ફિક્સ પગાર ની નોકરી સળંગ ગણવા ઠરાવ, કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના ઘરભાડા તથા અન્ય ભથ્થા, શિક્ષકો પાસેથી કરાવવામાં આવતી બિન શૈક્ષણિક કામગીરી, એકમ કસોટી તેમજ અન્ય પડતર પ્રશ્નો ઉકેલવા અંગે સમગ્ર ગુજરાત રાજ્ય ના તમામ જિલ્લા મથકો ઉપર વિશાળ સંખ્યામાં શિક્ષક કર્મચારીઓની હાજરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાતના વિકાસમાં કર્મચારીઓનો વિશેષ ફાળો રહેલો છે. ગુજરાતની પ્રગતિ માટે સૌ દિવસ રાત જોયા વગર સરકારની સાથે ખભેખભા મિલાવી સક્રિયતાથી કાર્ય કરી રહ્યા છે.
આ અંગે વારંવાર ગુજરાત સરકાર માં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તે અંગે કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી
રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ગુજરાત સરકારને અપીલ કરવામાં આવે છે કે
કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનો સત્વરે સુખદ ઉકેલ આપે તેવી માગણી અને લાગણી છે.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756