ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરની મુલાકાત લેતા ચેમ્પ્સના વિદ્યાર્થીઓ

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરની મુલાકાત લેતા ચેમ્પ્સના વિદ્યાર્થીઓ
Spread the love

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરની મુલાકાત લેતા ચેમ્પ્સના વિદ્યાર્થીઓ

ગાંધીનગર સ્થિત જાણીતી શૈક્ષણિક એકેડેમી ચેમ્પ્સના વિદ્યાર્થીઓએ આજે ભારતની અગ્રણી એજ્યુકેશન સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગરની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત વેળા આઈઆઈટીના રજિસ્ટ્રાર સહિત વરિષ્ઠ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની ઉપયોગી જાણકારી પૂરી પાડવામાં આવી હતી. સ્પ્રિન્ટ વર્કશોપ, સ્કિલ બિલ્ડર વર્કશોપ, ઇન્ડસ્ટ્રી એંગેજમેંટ પ્રોગ્રામ, સમર સ્ટૂડન્ટ ફેલોશીપ અને મેકર કોમ્પિટિશન જેવા આઇઆઇટી, ગાંધીનગરમાં ચાલતા વિવિધ પ્રોગ્રામ્સની વિદ્યાર્થીઓએ રસપૂર્વક જાણકારી મેળવી હતી.
આઈઆઈટી, ગાંધીનગરમાં સુપર કોમ્પ્યુટીંગ ફેસેલીટી, પીસીએલ એક્ટીવીટી, થિંકર લેબ, અદ્યતન પુસ્તકાલય સહિત વિવિધ વિભાગોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ચેમ્પ્સ એેકેડેમીના વિદ્યાર્થીઓની વૈશ્વિક ઇજનેરી કૌશલ્ય અંગેની નવતર દિશા ખુલી શકી હતી. પ્રભાવિત થયા હતા. એકેડેમીના ડાયરેકટર ડૉ. કેવલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં એકેડેમિક ઉપરાંત અન્ય અનુષાંગિક પાસાઓ ઉજાગર કરીને તેમનો સર્વાંગી વિકાસ સાધવાની દિશામાં ચેમ્પ્સ એડેકેમી સજાગ પ્રયાસો કરી રહી છે. આ અગાઉ વિદ્યાર્થીઓને અમૂલ પ્લાન્ટની એકેડેમિક વિઝીટ કરાવી મેનેજમેન્ટના પ્રત્યક્ષ પાઠ શીખવાડવામાં આવ્યાં હતાં એમ તેમણે ઉમેર્યું હતું. ડૉ. ત્રિવેદીએ કહ્યું કે, આઇઆઇટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની મુલાકાતથી ચેમ્પ્સના વિદ્યાર્થીઓને અભ્યાસની મોર્ડન ટેકનિક, પ્લાનિંગ, સ્ટડી સ્ટ્રેટેજી અને ફ્યુચર ઓપોર્ચ્યુનિટી વગેરે બાબતોની જાણકારી મળતા તેમના ભવિષ્યના શૈક્ષણિક પાથને તેઓ વધુ સારી રીતે કંડારી શકે છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની પરિકલ્પનાને ઉજાગર કરતું ગાંધીનગર સ્થિત આઈઆઈટી સંકુલ ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રે વધુન એક આગેકદમની ગવાહી આપે છે. ચેમ્પ્સના ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ ગાંધીનગર સ્થિત આઈઆઈટીની મુલાકાત વેળા તેમની ભાવિ કારકીર્દી ઘડતર માટે આઈઆઈટી, આઈઆઈએમ જેવી લબ્ધપ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટેના મનમાં ઉદભવતાં વિવિધ પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત કર્યું હતું.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!