હિંમતનગર ના સિદ્ધિ વિનાયક મંદિર મહાવીરનગર. માં આજે ત્રીજા દિવસે સવારે દાદા ની પૂજા અને આરતી કરવામાં આવી

સામાજિક સમરસતા નું ઉત્તમઉદાહરણ હિંમતનગર ના સિદ્ધિ વિનાયક મંદિર મહાવીરનગર. માં આજે ત્રીજા દિવસે સવારે દાદા ની પૂજા અને આરતી કરવામાં આવી
#તૃતીયદિવસ
સામાજિક સમરસતા નું ઉત્તમ ઉદાહરણ આપતા શ્રી સિદ્ધિ વિનાયક મંદિર હરિ ઓમ સોસાયટી મહાવીર નગર. ખાતે આજે ત્રીજા દિવસે સવારે દાદા ની પૂજા નો લાભ વિધિબેન યોગેશભાઈ પટેલે લીધો હતો જયારે રાત્રે દાદાની પૂજાના યજમાન તરીકે નો લાભ શ્રી ભગવાનભાઈ દેસાઈ એ તથા શ્રી તુષારભાઈ એ લીધો હતો. આરતી સમયે હિંમતનગરના આમંત્રીત મહેમાનો તરીકે અનુસૂચિત જાતિના બંધુઓ શ્રી જગદીશભાઈ સોલંકી ( જિલ્લા મહામંત્રી, અનુસૂચિત જાતિ મોરચો અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ) , ડૉ.આર.ડી. પરીખ સાહેબ ( R. M. O., સિવિલ હોસ્પિટલ, હિંમતનગર) , શ્રીભરતભાઇ જાદવ ( તાલુકા પંચાયત સદસ્ય, હિંમતનગર) , શ્રીકમલેશભાઈ પરમાર (જિલ્લા સમરસતા પ્રમુખશ્રી, વિશ્વ હિન્દુ પરિસદ) , શ્રી કૃષ્ણવદનભાઈ પરમાર ( પ્રદેશ કારોબારી સભ્ય, અનુસૂચિત જાતિ મોરચો, BJ P), શ્રીપાર્થભાઈ ભગાભાઇ પરમાર ( જિલ્લા સદસ્ય , અનુસૂચિત જાતિ મોરચો) , #શ્રીમહેશભાઈ મકવાણા ( તાલુકા પ્રમુખ , અનુસૂચિત જાતિ મોરચો) ઉપસ્થિત રહ્યા હતા .
હિન્દુ પતીત સાર્થક કરતો પ્રસંગ આજે ગણેશ મંદિરે બન્યો જેમાં ઉપસ્થિત તમામ #મહેમાનોના હસ્તે ગણેશજી ની આરતી ઉતારવામાં આવી. સમાજ માં ઉંચ નીચ ભેદ મટી જાય , #તમામ એક રસ છે , #જ્ઞાતિ તો જન્મને આધીન નહિ પરંતુ #કર્મને આધીન છે અને કોઈ હિન્દૂ પતિત નથી એવો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો એક ઉત્તમ પ્રયાસ ગણેશ યુવક સેવા મંડળ દ્વારા કરવામાં આવ્યો જેને #gstv,#ન્યૂઝ18 અને #સંદેશન્યૂઝના મીડિયા કર્મી મિત્રો #ક્ષિતિજભાઈ અને #ઇશાનભાઈ એ પોતાના કેમેરા માં કેદ કર્યો હતો. આજ ની આરતી માં લાયન્સ કલબ ઓફ હિંમતનગર ડીવાઇન ના #રિજનલ ચેરમેન શ્રી પ્રકાશભાઈ વૈદ્ય, લાયન્સ કલબ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ નાયી, સદસ્ય શ્રી અરવિંદભાઈ શાહ, વિધાનગરી ના સંચાલકશ્રી મહેન્દ્રભાઈ પટેલ, BJP કાર્યકર શ્રી શીરિષભાઈ મિસ્ત્રી , શ્રી પી.ડી.પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તમામ આમંત્રિત મહેમાનો નું ગણેશ યુવક સેવા મંડળ ના સભ્યો દ્વારા ખેસ પહેરાવી ને સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાથે સાથે દૈવિક સોની ને બીમાર માટે 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આપવાનું હોવાથી ભક્તો ને એના માટે ફૂલ નહિતર ફૂલ ની પાંખડી પણ આપવા માટે સર્વે ભક્તો ને ગણેશ યુવક સેવા મંડળ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.
આરતી પૂર્ણ થયા બાદ ગુજરાત ના ખૂબ પ્રખ્યાત હાસ્ય કલાકાર, ઇ ટીવી , dd ગિરનાર જેવી ચેનલ માં જેમનું પ્રસારણ થાય છે એવા કલાકાર શ્રી ભરતભાઇ રાવલે પોતાની આગવી શૈલી માં વિવિધ જોક્સ રજૂ કરી પ્રેક્ષકો ને પેટ પકડી ને હસાવ્યા હતા. મોજે દરિયા તરીકે પ્રખ્યાત બનેલા ભરતભાઇ એ ભક્તો ને કહું આનંદ કરાવ્યો હતો.
અંત માં પ્રસાદ લઈ સૌ ભકતો છુટા પડ્યા હતા.
કાર્યક્રમ માં ઉપસ્થિત સૌ મહેમાનો નો તથા મીડિયા કર્મી મિત્રો નો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.કલાકાર મિત્રનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કાર્યો હતો.
રીપોર્ટ : દિલીપસિંહ બી. પરમાર
સાબરકાંઠા બ્યુરો ચીફ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756