જુનાગઢ જિલ્લાના માંગરોળમાં અગ્રાવત પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

*👁 ચક્ષુદાન-મહાદાન👁*
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં અગ્રાવત પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં શક્તિનગર માત્રી મંદિર વિસ્તારમાં રહેતા સ્વ.ગજેન્દ્રભાઈ બચુભાઈ અગ્રાવત (ઉ.વર્ષ.૬૫),કે જેઓ વિરેન્દ્રભાઈ ગજેન્દ્રભાઈ અગ્રાવત(G.S.R.T.C.વિભાગના કર્મચારી)ના પિતાશ્રી થાય છે. જેમનું તા.૦૭-૦૯-૨૦૨૨ ને બુધવાર,ભાદરવા સુદ બારસના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી માંગરોળમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રીને જાણ કરતા શ્રી રાજેશભાઈ સોલંકી(અધ્યારૂ હોસ્પિટલ માંગરોળ)
દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.તેમજ આજના ચક્ષુનો સ્વિકાર દિવ્યેશભાઈ ઘેરવડા અને ભરતભાઈ ભાદરકા દ્વારા કરવામાં આવ્યો હતો.અને કરશનભાઈ વાજા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક,C/O ડૉ.થાનકી આઈ હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.
અગ્રાવત પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.
અગ્રાવત પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને ગજેન્દ્રભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.
આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
અગ્રાવત પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.તેમજ સ્વર્ગસ્થ ગજેન્દ્રભાઈના આત્માને ઈશ્વરના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….
ll જય શ્રી કૃષ્ણ ll
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756