ડભોઇ તાલુકા ના પીસઈ મંડાળા રોડ પર રેતી ની ટ્રક વીજ વાયર ને અડી જતા બે ના મોત

ડભોઇ તાલુકા ના પીસાઈ મંડાળા રોડ પર રેતી ભરેલો ટ્રક વિજવાયર ને અડી જતા બે લોકો ના મોત નીપજ્યા હતા.રેતી ભરેલી ટ્રક ડભોઇ થી પીસાઈ ગામ ખાતે રેતી ઉતારવા જઈ રહ્યું હતું દરમિયાન વીજ લાઈન ના વાયર ને ટ્રક નો ઉપર નો ભાગ અડી જતા કરંટ લાગવાના કારણે બે વ્યક્તિઓ ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.જાણવા મળતી માહિતી મુજબ મોત ને ભેટનાર બંને વ્યક્તિ ડભોઇ તાલુકા ના મંડાળા ગામ ના સુનિલભાઈ નગીનભાઈ વસાવા,તથા કનું ચંદુભાઈ વસાવા હોવાનુ માલુમ પડ્યું હતું.બંને યુવાનો ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા આ અંગે અકસ્માત નો ગુનો નોંધી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756
.