મગફળીના પાકમાં સફેદ ઘૈણ(મુંડા)નો ઉપદ્રવ અટકાવવાનાં ઉપાયો

મગફળીના પાકમાં સફેદ ઘૈણ(મુંડા)નો ઉપદ્રવ અટકાવવાનાં ઉપાયો
Spread the love

મગફળીના પાકમાં સફેદ ઘૈણ(મુંડા)નો ઉપદ્રવ અટકાવવાનાં ઉપાયો

બાવળબોરડીસરગવો અને લીમડાની આસપાસના વિસ્તાર કેરોસીનવાળા પાણીનો છંટકાવ કરવો

જૂનાગઢ જિલ્લામાં મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્વવ દેખાય તો આટલું કરો – જિલ્લા ખેતીવાડી અધિકારી

જૂનાગઢ : ચાલુ ખરીફ સીઝનમાં જિલ્લાના મોટા ભાગનાં વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. મગફળીના પાકમાં ધૈણ નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળે છે. સ્થાનિક ભાષામાં ધૈણને મુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધૈણની ઇયળો પહેલા તંતુમુળ અને ત્યારબાદ મુખ્ય મુળને કાપીને નુક્શાન કરે છે. તેનું નુકશાન ચાસમાં આગળ વધતા મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે અને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે. જો ધૈણ નો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે તો સંકલીત જીવાત નિયંત્રણ અંતર્ગત પાક અને જીવાતની પરિસ્થિતિ અનુસાર વરસાદ બાદ પુખ્ત ઢાલીયા ધૈણ રામ બાવળ, બોરડી, સરગવો કે લીમડાના પાન ખાય છે. તેથી ઝાડના ડાળા હલાવી ઢાલીયા વીણી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી તેનો નાશ કરવો. શેઢે-પાળેના ઝાડ પર કાર્બારીલ (૫૦ વેટેબલ પાવડર) ૪૦ ગ્રામ અથવા ક્વીનાલફોસ (૨૫ ઇસી) ૨૫ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પ્રકાશ પીંજર ગોઠવી, ઢાલીયા એકઠા કરી તેનો નાશ કરવો. તે માટે ખેડૂતો એ ખેતરમાં લેમ્પ ગોઠવી નીચે દવાવાળું તથા કેરોશીન વાળું પાણી રાખવાથી રાત્રે પુખ્ત ઢાલીયા પ્રકાશ સામે આકર્ષાયને નીચે રહેલ પાણીમાં પડીને નાશ પામે છે. ઊભા પાકમાં ઉપદ્રવ જોવા મળે ત્યારે ક્લોરપાયરીફોસ (૨૦ ઇસી) અથવા ક્વીનાલફોસ (૨૫ ઇસી) ૨૫ મીલી દવા હેકટરે ૪ લીટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આપવાથી ધૈણનો ઉપદ્વવ ઓછો થાય છે તેમ જૂનાગઢ જિલ્લા ખેતીવાડીની યાદીમાં જણાવાયું છે.

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!