તા.૧૧ ના મતદારયાદીમાં નામ નોંધાવવા અંગે

તા.૧૧ ના મતદારયાદીમાં નામ નોંધાવવા અંગે
:- પારૂલબેન
જૂનાગઢ : જૂનાગઢમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ ચાલી રહયો છે. જેમાં જો મતદારનું નામ જો મતદાર યાદીમાં નોંધાયેલ ન હોય તો તા.૧૧/૦૯/૨૦૨૨ ના રવિવારે તમારા મતદાન મથકની મુલાકાત લઇને આ કામગીરી કરાવવી. સબંધિત વિસ્તારના બુથ લેવલ ઓફીસરશ્રી પાસે મતદારે નામની નોંધણી કરાવવી અને લોકશાહીના અવસરમાં ભાગીદાર બનવુ જોઇએ. ઓનલાઈન નામ નોંધણી કરાવવા માટે વોટર હેલ્પલાઈન અથવા NVSP.in વેબ સાઈટનો ઉપયોગ કરવો. મતદારો મામલતદાર કચેરી, જૂનાગઢ તથા પ્રાંત અધિકારીની કચેરી, જૂનાગઢ ખાતે પણ નામની નોંધણી કરાવી શકશે. તેમ પ્રાંત અધિકારીની કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756