જૂનાગઢ આરટીઓ દ્રારા ફોર વ્હીલ અને ટુ વ્હીલની સીરીઝનું રીઓકશન થશે

જૂનાગઢ આરટીઓ દ્રારા ફોર વ્હીલ અને ટુ વ્હીલની સીરીઝનું રીઓકશન થશે
જૂનાગઢ : જૂનાગઢ આરટીઓ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલની નવી સીરીઝનું રીઓકશન થશે. આરટીઓ કચેરીએથી LVM ફોર વ્હીલ રજીસ્ટ્રેશન માટેની સીરીઝ GJ-11-BR, GJ-11-CD, GJ11CH તેમજ ટુ વ્હીલ રજીસ્ટ્રેશન માટેની સીરીઝ GJ-11-CE,GJ-11-CF,GJ-11-CG,GJ-11-CJ,GJ-11-CK અને ટ્રાન્સપોર્ટ (HGV) GJ-11-VV અંતર્ગત બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર માટે રીઓકશન થશે. બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર મેળવવા માંગતા અરજદારે વાહન ખરીદ તારીખથી ૭ દિવસની અંદર http//parivahan.gov.in/fancy/ લીંક મારફતે વાહન -૪ સોફટવેરમાં CNA ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન થયેલું હોય તેઓ તા.૧૪/૯/૨૦૨૨ થી તા.૧૬/૯/૨૦૨૨ સુધી ઉપરની લિંક મારફતે વાહન નંબર પસંદ કરવાના રહેશે. પસંદ કરેલ નંબર પર તા.૧૬ અને તા.૧૮ સપ્ટેમ્બર સુધી ઉપરની લિંક અંતર્ગત બિડીંગ કરવાનું રહેશે. જે અનુસાર સૈાથી વધુ બીડ થયેલ નંબર,તે બીડ કરનાર અરજદારને વાહન ૪ સોફટવેર દ્વારા ફાળવી દેવામાં આવશે.
જે વાહન માલિક દ્વારા CNA ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલિક, વાહન ખરીદીની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમાં ભાગ લઇ શકશે તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. ઓક્શન બિડીંગમાં ભાગ લેનાર અરજદારે સીરિઝ ખુલ્યાની તારીખથી દિવસ-૩માં બિડીંગ મુજબના નાણાં ઓનલાઇન ભરવાના રહેશે. તેમજ તે અંગેની જાણ આરટીઓ કચેરી જૂનાગઢને કરવાની રહેશે. અન્યથા જે-તે નંબર મળવાપાત્ર રહેશે નહીં તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756