શારદાગ્રામના બી.આર.એસ. કોલેજ ખાતે વાલી જાગૃતિ સંમેલન યોજાયું

શારદાગ્રામના બી.આર.એસ. કોલેજ ખાતે વાલી જાગૃતિ સંમેલન યોજાયું
બહોળી સંખ્યાઓમાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા
શારદા ગ્રામના બી આર એસ કોલેજ ખાતે બી.આર.એસ એફવાયના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 130 વિદ્યાર્થીઓના વાલીઓ આ વાલી જાગૃતિ સંમેલન હાજર રહ્યા હતા જેમાં કોલેજના બહેનો દ્વારા અક્ષત કુમકુમ દ્વારા વાલીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે પ્રોફેસર બહેનો દ્વારા સૌને નમસ્કાર કરી આવકાર્યા હતા વાલી જાગૃતિ સંમેલનમાં સરસ્વતી વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં સંસ્થાના નિયામક શ્રી ભાવિનભાઈ ભટ્ટ તથા કોલેજના પ્રિન્સિપાલ આઈ જી પુરોહિત સાહેબ તથા કોલેજના પ્રોફેસર સ્ટાફ ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રિન્સિપાલ પુરોહિત સાહેબ દ્વારા કોલેજમાં અભ્યાસની સાથે સાથે બાળકના સર્વાંગી વિકાસ માટે ભારતીય સંસ્કૃતિના તહેવારો ની ઉજવણી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી સાથે સાથે શ્રમ નું મહત્વ બાળકોને પુસ્તક જ્ઞાન કરતા વ્યવહારિક જ્ઞાન જીવન જીવવા માટેની દરેક બાબતોને અહીં કોલેજમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે અને કોલેજમાં ચાલતા વિવિધ કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપી હતી જેમાં વાળા સાહેબ દ્વારા ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા કોલેજમાં ચાલતા કાર્યક્રમોની બતાવવામાં આવેલ હતા જેમાં વિદ્યાર્થી તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા વાલીઓ દ્વારા પણ કોલેજના અનુભવો નું વર્ણન કરેલ હતું છેલ્લે પ્રોફેસર સાહેબ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરેલ હતો કોલેજ તરફથી સૌના માટે ચા પાણી નાસ્તાનું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા…
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756