ભાદરવી પૂનમ નિમિત્તે પદયાત્રીઓ સાથે SP સહિત પોલીસ પગપાળા શામળાજી પહોંચ્યા

ભાદરવી પૂનમના દિવસનું જેટલું અંબાજીનું મહત્વ છે એટલું જ શામળાજી નું પણ મહત્વ છે જેને લઈ યાત્રાધામ શામળાજી ખાતે પણ હજારો ભક્તો પદયાત્રા કરી ભગવાન શામળિયાના દર્શન કરે છે ત્યારે અરવલ્લી જિલ્લાના પોલીસકર્મીઓ પણ ફરજ સાથે પદયાત્રામાં જોડાયા હતા.
આજે ભાદરવી પૂનમ નિમિત્તે હજારો ભક્તો સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માંથી પદયાત્રા કરી યાત્રાધામ શામળાજી ભગવાન ના દર્શન માટે જતા હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પણ તૈનાત હોય છે.
દર પૂર્ણિમા એ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભગવાન કાળિયા ઠાકરના દર્શન માટે ભક્તો આવતા હોય છે એ વખતે પણ પોલીસ બંદોબસ્ત માટે તૈયાર રહે છે. ત્યારે પોલીસને પણ વોકિંગ એટલું જ જરૂરી હોય છે શારીરિક માનસિક શાંતિ માટે ચાલવા જેવી ઉત્તમ કોઈ કસરત નથી જેથી ફરજ પણ સચવાય અને હેલ્થ પણ સચવાય એ હેતુસર જિલ્લા પોલીસ વડાએ અનોખી પહેલ સાથે નાઈટ વોક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મોડાસા થી ચાલી શામળાજી પહોંચી પોલીસ
અરવલ્લી એસપી સંજય ખરાત સહિત પોલીસ સ્ટાફે શુક્રવાર રાત્રી દરમિયાન મોડાસાથી પગપાળા શામળાજી જવા માટે શરુઆત કરી હતી. આ માટે નાઈટ વોક આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પચાસથી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આ માટે એસપી ખરાતે પોલીસ કર્મીઓ અને અધિકારીઓમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ આશય થી આયોજન કર્યાનુ જણાવ્યુ હતુ.
રિપોર્ટ:-અર્પણ રાઠોડ (અરવલ્લી)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756