જૂનાગઢ જિલ્લામાં ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમ્યાન ૩૬મી નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અર્થે કાર્યક્રમો યોજાશે

જૂનાગઢ જિલ્લામાં ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમ્યાન ૩૬મી નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અર્થે કાર્યક્રમો યોજાશે – કલેકટર શ્રી રચિત રાજ
તા. ૧૨મીએ બપોરે ૧૨-૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિ. ઓડીટોરીયમ હોલ ખાતે જિલ્લા કક્ષાનાં નેશનલ ગેમ્સ અવરનેશ કેમ્પેઇન કાર્યક્રમમાં યુવાઓ સહિત લોકોને જોડાવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ
ગામડાઓમાં પણ સ્પોર્ટ્સ એક્ટીવીટી અને સરપંચ-માજી સરપંચશ્રીઓનાં સન્માનનાં કાર્યક્રમ – જિલ્લાની શાળા કોલેજો સહભાગી થશે.
જૂનાગઢ : ગુજરાતનાં આંગણે ૩૬મી નેશનલ ગેમ્સ યોજાઇ રહી છે ત્યારે તેની જાગૃતિ યુવાઓ અને વિદ્યાર્થીમાં કેળવાય તે માટે સરકારશ્રીનાં માર્ગદર્શન પ્રમાણે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
જૂનાગઢ કલેકટર શ્રી રચિત રાજે જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર દ્વારા ૩૬મી નેશનલ ગેમ્સ તા. ૨૯ સપ્ટેમ્બરથી ૧૨ઓક્ટોબર ૨૦૨૨ અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં જૂનાગઢ જિલ્લો પણ સહભાગી થઇ જાગૃતિ કેળવાય તે માટે ટીમ વર્ક થી વિદ્યાર્થીઓ /યુવાઓ અને રમતવીરોને જોડીને અવરનેશ કેમ્પેઇન યોજવામાં આવશે.
તા. ૧૨મી સપ્ટેમ્બરે સૈા પ્રથમ જૂનાગઢ કૃષિ યુનિ. ઓડીટોરીયમ ખાતે બપોરે ૧૨-૩૦ કલાકે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા, મેયરશ્રી ગિતાબેન પરમાર, સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતીમાં અવરનેશ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે. ફીટ ઈન્ડીયા અંતર્ગત યુવાઓને જોડવામાં આવશે. તા. ૧૩મી સપ્ટેમ્બરે વિસાવદર કેશોદ અને માંગરોળ તાલુકામાં પણ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં સરપંચો, માજી સરપંચશ્રીઓ, ખેલાડીઓ અને વિકાસમાં સહભાગી સ્વરાજ સંસ્થાઓનાં પ્રતિનિધીઓ સહિત સૈાનાં સહયોગથી આ જાગૃતિ અભિયાનને સફળ બનાવાશે.
ગ્રામ્ય વિસ્તારમાં પણ સરપંચો, માજી સરપંચોનાં સન્માન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે. તા. ૧૪ સપ્ટેમ્બર નાં રોજ ૭૯ કોલેજોમાં ૩૬મી નેશનલ ગેમ્સ અંગેની માહિતી તેમજ સેલેબ્રેટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ થીમ અંતૃગત વિદ્યાર્થીઓ સહભાગી થશે. વિવિધ રમતો પણ રમાડવામાં આવશે. તા. ૧૫ અને ૧૬ સપ્ટેમ્બરનાં રોજ જિલ્લાની ખાનગી શાળાઓ સહિત કુલ ૧૪૮૭ શાળાઓમાં રમત-ગમત અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.
કલેકટરશ્રીએ મીડિયા સાથેની વાતચિતનાં અંતમાં જણાવ્ય હતુ કે જૂનાગઢ અને ગીર આસપાસ નાં વિસ્તારોમાં આ નેશનલ ગેમ્સને લઇને અનેરો આનંદ છે કારણ કે નેશનલ ગેમ્સનાં લોગામાં એશીયેટીક લાયનનું પ્રતિક છે. જૂનાગઢ જિલ્લાનાં લોકો આ ઈવેન્ટમાં વધુમાં વધુ જોડાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો હતો. માધ્યમો સાથેની સંવાદ મીટીંગમાં કલેકટરશ્રી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમ સેટ્ટી, આસી. કલેકટરશ્રી હનુલ ચૈાધરી, અધિક કલકેરટશ્રી બાંભણીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એન.ડી.વાળા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756