આર ટી ઓ કચેરી દ્વારા હડાળા સ્થિત દેસાઈ એજ્યુકેશન સંકુલ ખાતે રોડ સેફટી સિમિનાર યોજાયો

આર ટી ઓ કચેરી દ્વારા હડાળા સ્થિત દેસાઈ એજ્યુકેશન સંકુલ ખાતે રોડ સેફટી સિમિનાર યોજાયો
આરટીઓ કચેરી, અમરેલી દ્વારા બગસરાના હડાળા સ્થિત દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે રોડ સેફ્ટી સેમિનાર યોજવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરટીઓ તરફથી રોડ સેફટી નોડલ અને આરટીઓ ઇન્સ્પેક્ટર પી આર પઢીયાર અને આસિસ્ટ આરટીઓ ઇન્સ્પેકટર જે કે પટેલ દ્વારા સંસ્થાના ૬૦૦ થી વધારે વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર જય પટેલ દ્વારા વાહન ચલાવતી વખતે હેલ્મેટને સીટબેલ્ટ પહેરવા અને તેના ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી.
રોડ સેફટી નોડલ અને આરટીઓ ઇન્સ્પેકર પી આર પઢીયાર દ્વારા રોડ સેફ્ટી જેવા સંવેદનશીલ અને જીવન માટે મહત્વ ધરાવતા વિષયને ઘરે ઘરે પહોંચાડવા માટે અને રાજ્ય સરકારના આ ઉમદા કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો. સશક્ત રાષ્ટ્ર માટે જીરો ફેટલનો ધ્યેય સિદ્ધ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ પ્રસંગે આરટીઓ અમરેલી દ્વારા રોડ સેફટીના માર્ગદર્શિકા (પેમ્પ્લેટ) દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવી. સંસ્થાના ટ્રસ્ટીશ્રી તેમજ આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને રોડ સેફટી અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756