આવતીકાલે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત જૂનાગઢમાં ૨૨.૭૫ કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત

આવતીકાલે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત જૂનાગઢમાં ૨૨.૭૫ કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત
સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ, મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે સમારોહ
જૂનાગઢ : વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જૂનાગઢમાં ૨૨. ૭૫ કરોડના ૩૮ જેટલા જનસુખાકારી અને વિકાસના કામોનો લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ તા. ૧૩-૯-૨૦૨૨ના સવારે ૧૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે.
વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળ જિલ્લા કક્ષાના ત્રણ વિકાસના કામોમાં રૂ. ૮.૭૧ કરોડના ખર્ચે બીલખા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના અને વિસાવદર મહાનગરપાલિકામાં રૂ.૦૭ કરોડના ખર્ચે પીવાના પાણી માટેની નલ સે જલ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઉપરાંત માણાવદરમાં રૂપિયા ૫.૪૦. કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૬૬ કે.વી ભડુલા સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.
આ સાથે જૂનાગઢ પ્રાંત વિસ્તારમાં રૂ.૨.૧૧ કરોડના ખર્ચે કુલ – ૩૨ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ જૂનાગઢ શહેરમાં રૂ.૬૨ લાખના ૩ વિકાસના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756