રાજકોટ શહેર પોલીસ દ્વારા આજીડેમ, ગાંધીગ્રામ સહિતના મથકોના PI ની બદલીઓ કરવામાં આવી હતી.

રાજકોટ શહેર પોલીસ દ્વારા આજીડેમ, ગાંધીગ્રામ સહિતના મથકોના PI ની બદલીઓ કરવામાં આવી હતી.
રાજકોટ શહેર પોલીસ દ્વારા આજીડેમ પોલીસ મથકના PI વી.જે.ચાવડાની તાજેતરમાં જ બદલી થઈ હતી. જો કે નવા PI ને નિમણૂક ન મળે ત્યાં સુધી વી.જે.ચાવડાને યથાવત રાખવામાં આવ્યા હતા. હવે આજે વી.જે.ચાવડાને બદલી આપીને તેમના સ્થાને મુળ સુરેન્દ્રનગરના તેમજ અમદાવાદ-ભાવનગરમાં ફરજ બજાવી ચૂકેલા PI કે.જે.કરપડાને મુકવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં પ્રથમવાર નિમણૂક પામેલા એવા સુરતના સુધીર રાણાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. સુધીર રાણેએ આ પહેલાં બનાસકાંઠા-વડોદરા સહિતના શહેરોમાં પ્રશંસનીય ફરજ બજાવી છે. તેમજ મહિલા PI ઈલાબેન સાવલિયાને માલવિયાનગર પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. અહીં કે.એન.ભુંકણ કાર્યરત હતા પરંતુ તેમની બદલી કરીને તેમને રીડર બ્રાન્ચા PI તરીકે નિમણૂક આપવામાં આવી છે અને તેમના સ્થાને ઈલાબેન સાવલિયાને માલવિયાનગર પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ૩ PI ની બદલી થઈ ગયા બાદ ત્રણેયે ચાર્જ લઈ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756