જૂનાગઢ જિલ્લામાં પ્રથમ દિવસે ૯૩,૧૭૫ બાળકોને પોલિયોની રસી અપાઇ

જૂનાગઢ જિલ્લામાં પ્રથમ દિવસે ૯૩,૧૭૫ બાળકોને પોલિયોની રસી અપાઇ
જિલ્લામાં ૮૯ ટકા બાળકોને પોલિયોની રસીથી સુરક્ષિત કરાયા
બાકી રહેલ તમામ બાળકોને ડોર ટુ ડોર આરોગ્યની ટીમ પોલિયોની રસી પીવડાવશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષના અંદાજે ૧,૦૪,૭3૦ બાળકોને તા.૧૮ મી સપ્ટેમ્બર-૨૦૨૨ ને રવિવારના રાઉન્ડ દરમિયાન દરેક ગામે પ્રથમ દિવસે પોલિયોના કુલ ૭૫૭ બુથ તેમજ છુટા છવાયા વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકોને ૨૯ મોબાઇલ બુથ દ્વારા અને રેલ્વેસ્ટેશનો, એસ.ટી. સ્ટેન્ડ, મોટા મંદિરો, મેળા બજારો જેવા જાહેર સ્થળોએ ૩૭ ટ્રાન્ઝીટ બુથો ગોઠવીને તેમજ બીજા અને ત્રીજા દિવસે ઘરે ઘરે ફરીને ટીમો દ્વારા પોલિયોની રસી પીવડાવવાનું જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખના સીધા માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે.
રાઉન્ડનાં પ્રથમ દિવસે બૂથ ઉપર કુલ ૯૩,૧૭૫ બાળકોને પોલીયોની રસી પીવડાવી ૮૯% બાળકોને રક્ષિત કરવામાં આવેલ છે. બાકી રહેલ બાળકોને બીજા અને ત્રીજા દિવસે ઘરે ઘરે ફરીને ટીમો દ્વારા પોલીયોની રસી પીવડાવી રક્ષિત કરવામાં આવનાર છે.
સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પોલીયો રસીકરણ બૂથોના ઉદ્દઘાટન પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા આગેવાનોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પોલીયો રસીકરણ ડો.સંજય કુમાર, ઈ.ચા.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ડો.એમ.આર.સુતરીયા, જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢનાં સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય શખા, આઈ.સી.ડી.એસ. શાખા તથા જુદા-જુદા વિભાગોના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર-હેલ્પર બહેનો, આશા બહેનો તથા સેવાભાવી સંસ્થાઓના સહકારથી અને મહેનતથી સફળતા મળેલ છે.
પોતાના વહાલસોયા બાળકોને બૂથ ઉપર લઇ આવી પોલીયોની રસી પીવડાવી પોલીયો રોગથી મુક્ત રાખવાના આ કાર્યક્રમમાં જાગૃતતા દર્શાવી સહકાર આપવા બદલ જૂનાગઢ જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કરેલ છે. બીજા અને ત્રીજા દિવસે આરોગ્યની ટીમ આપના ઘરની મુલાકાત લેવા આવે ત્યારે બાકી રહેલ હોય તેવા તમામ બાળકોને આપના ઘરે આરોગ્ય ની ટીમ મારફતે પોલિયોની રસી પીવડાવી રક્ષિત કરવા તમામને અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756