ડાંગ જિલ્લા પંચાયતનાં શાસનમાં ભાજપાનાં બે જૂથો આમને સામને.

ડાંગ જિલ્લા પંચાયતનાં શાસનમાં ભાજપાનાં બે જૂથો આમને સામને.
Spread the love

ડાંગ જિલ્લા પંચાયતનાં શાસનમાં ભાજપાનાં બે જૂથો આમને સામને.

ડાંગ : ડાંગ જિલ્લા પંચાયતનાં ભાજપા અને કૉંગ્રેસનાં સભ્યોએ સાથે મળી ભાઈ-ભાઈની નીતિ અપનાવી ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ, બાંધકામ અધ્યક્ષ સહિત એક જિલ્લા સદસ્ય વિરુદ્ધ ગેરરીતીનાં આક્ષેપો લગાવી જિલ્લા વિકાસ અધિકારીને ફરીયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે… રાજયનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો આવેલ છે.અગાઉનાં પાંચ વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપા અને કૉંગ્રેસનાં ફાળે 9-9 સીટો આવતા ટાઈ સર્જાઈ હતી.જોકે અગાઉનાં પાંચ વર્ષમાં પણ ભાજપા અને કૉંગ્રેસનાં જિલ્લા સદસ્યોએ ભાઈ ભાઈની નીતિ અપનાવતા અઢી-અઢી વર્ષ માટે સતાનું સુકાન સંભાળ્યુ હતુ.જોકે બાદમાં કૉંગ્રેસમાંથી કદાવર નેતાઓએ કૉંગ્રેસનો હાથ છોડી ભાજપાનો ભગવો ધારણ કરતા હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાએ કુલ 18 સીટોમાંથી 17 સીટો પર કબજો મેળવ્યો છે.ડાંગ જિલ્લા પંચાયતમાં કુલ 18 બેઠકોમાંથી 17 બેઠકો ભાજપાએ કબ્જે કરતા ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખની ધૂરા ભાજપાનાં મંગળભાઈ ગાવીતે સંભાળી છે.જ્યારે કૉંગ્રેસ પક્ષની માત્ર એક જિલ્લા સીટ આવતા વિરોધ પક્ષમાં પણ બેસવા માટે લાયક રહી નથી.તેવામાં હાલમાં ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપાનું શાસન હોવા છતાંય વિકાસકીય કામોને લઈને ભાજપાનાં સદસ્યોમાં જ જૂથવાદ ઉગ્ર સપાટીએ તરી આવતા ડાંગનાં રાજકારણમાં હલચલ મચી જવા પામી છે.અગાઉ કૉંગ્રેસમાંથી કેસરીયો ધારણ કરનાર મંગળભાઈ ગાવીત,ચંદરભાઈ ગાવીત અને હરીશભાઈ બચ્છાવ જેવા કદાવર નેતાઓ હાલમાં જિલ્લા પંચાયતનો તમામ કારભાર ચલાવતા હોવાથી અમુક ભાજપી જિલ્લા સદસ્યોમાં નારાજગીનો સુર ઉભો થવા પામ્યો છે.સાથે ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપી સભ્યોનો જૂથવાદ ઉગ્ર સપાટીએ તરી આવ્યો છે.થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લા કૉંગ્રેસનાં જિલ્લા સદસ્ય ગીતાબેન મુકેશભાઈ પટેલ તથા ભાજપાનાં મેન્ડેડ પર ચૂંટાઈ આવેલ જિલ્લા સદસ્યોમાં (1) ડાંગ જિલ્લા પંચાયતનાં સામાજિક સમિતિનાં ચેરમેન લાલભાઈ વી.ગાવીત,(2)કારોબારી સમિતિનાં ચેરમેન વિજયભાઈ આર ચૌધરી,(3) સિંચાઈ અને ખેતીવાડી સમિતિનાં ચેરમેન સવિતાબેન એમ.ભોયે, (4)શાસક પક્ષનાં નેતા મુરલીધર બી.બાગુલ તથા (5)માજી જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને હાલનાં ડોન જિલ્લા સીટનાં જિલ્લા સદસ્ય બીબીબેન રમેશભાઈ ચૌધરીનાઓએ હાલની ચોમાસાની સીઝનમાં અતિભારે વરસાદથી થયેલ નુકશાન જેવા કે રોડ,ગટર,નાળા તથા સાફ સફાઈનાં કામ માટે પ્રિમોન્સૂનની કામગીરીમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત,બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવીત તથા જિલ્લા સદસ્ય હરીશભાઈ બચ્છાવ દ્વારા નર્યો ભ્રષ્ટાચાર જ આચરવામાં આવ્યો હોવાનાં આક્ષેપો કર્યા છે.વધુમાં ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવીત અને જિલ્લા સદસ્ય હરીશભાઈ બચ્છાવની મિલીભગતમાં 15માં નાણાપંચ જિલ્લાની 10 ટકા ગ્રાન્ટની સને 2020-21 અને 2021-22નાં કામો માટેનું આયોજન પણ દરેક જિલ્લા સીટ વાઈસ ન કરી મનમાની કરી હોવાનાં આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરીયાદ કરી છે.જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ સમગ્ર કૌભાંડની તપાસ જો સમય મર્યાદામાં ન કરવામાં આવે તો ન્યાયનાં હિતમાં ગુજરાતનાં મુખ્યમંત્રીને પણ લેખિતમાં ફરીયાદ કરવાની ફરજ પડશેની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે ડાંગ જિલ્લા પંચાયતનાં સત્તાધારી પ્રમુખ,બાંધકામ અધ્યક્ષ સહિત એક કદાવર જિલ્લા સદસ્ય સામે કૉંગ્રેસનાં એક સદસ્ય અને ભાજપાનાં 5 જેટલા જિલ્લા સદસ્યોએ મળી ભ્રષ્ટાચારનાં આરોપ લગાવી જિલ્લા વિકાસ અધિકારીને ફરીયાદ કરતા ભાજપાનાં સૌનો સાથ સૌનો વિકાસનાં સૂત્ર સામે અનેક સવાલો ઉભા થવાની સાથે ડાંગ જિલ્લાનાં રાજકારણમાં હલચલ મચી જવા પામી છે.હાલમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે.ત્યારે વિકાસકીય કામોને લઈને ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપાનાં જિલ્લા સદસ્યોમાં જ જૂથવાદ ચરમસપાટીએ પોહચતા મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.

રિપોર્ટ. સંજય ગવળી.ડાંગ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!