સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા આયોજિત સર્વ સમાજ માટે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરાયું

સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા આયોજિત સર્વ સમાજ માટે એમ્બ્યુલન્સ લોકાર્પણ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના કાર્યલાયનુ ઉદ્દઘાટન સમારોહ યોજાઇ ગયો
તા/૧૮/૦૯/૨૦૨૨ ના રોજ રાજુલા ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી કાર્યલય નું ઉદ્દઘાટન રાજુલા ખાતે માર્કેટિંગ યાર્ડના પડંગર માં રાખવામાં આવેલ આ સમારોહમાં રાજુલાના જોખિયા આરિફભાઈ મહેબુબ ભાઈ જેઓ રાજુલાના સાહાસીક બીઝનેસ મેન છે. તેઓની વરણી સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે થઈ છે. તેઓએ સર્વ સમાજ માટે જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ અન્ય દવાખાનાના કામકાજ માટે તમામ સમાજના લોકો માટે એક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલ અને સમસ્ત મુસ્લિમ સમાજના સામાજિક શૈક્ષણિક રોજગારી માટે વિધાર્થીઓ ને આર્થિક રીતે મદદરૂપ થવા માટે હંમેશા તત્પર રહેશે આરિફભાઈ જોખિયા તમાંમ સમાજના લોકો માટે સમુહલગ્નમાં સામાજિક કાર્યોમાં અને ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને આર્થિક મદદ કરવા હંમેશા તત્પર રહે છે. તેઓ ઉમદા અને માનવ સેવા એજ પ્રભુ સેવા એ મંત્રને વરેલા છે. સમાજની ઉન્નતિ પ્રગતિ માં હમેશા અગ્રેસર રહે છે. તેઓએ આ સમારોહમાં તમાંમ સમાજના લોકોને તેમજ સાધુ-સંતો તથા મુસ્લિમ સમાજના ધર્મગુરુ ને નિમંત્રિત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં સાવરકુંડલા ના પાગલ આશ્રમ ના મહંત શ્રી પુજ્ય ભક્તિરામ બાપુ ના વરદ હસ્તે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સમારોહમાં તમાંમ મુસ્લિમ સમાજના લોકો આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડુંગર ના હઝરત સૈયદ બાપુ સાવરકુંડલા ના હાંફીસ સાહેબ વોરા સમાજના ધર્મગુરુ તેમજ અમરગીરી બાપુ ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર, રાજુલા નાગરપાલીકાના પ્રમુખ શ્રી , સમગ્ર પત્રકાર શ્રી ઓ તેમજ જાફરાબાદ થી મુસ્લિમ સમાજના આગેવાનો સિદુભાઈ થૈયમ , નિયાઝભાઈ નરપાલી, સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ ના નેશનલ ચેરમેન શ્રી એચ.એમ. ઘોરી સાહેબ , હનીફભાઇ કુરેશી, અબ્દેરેહેમાનભાઈ નરપાલી, મેહેબુપભાઈ નરપાલી, ફીરોઝભાઈ ભટી, શલીમભાઈ કુંડલીયા, લાલાભાઈ બેલીમ, એસાદભાઈ સૈયદ, અજીમભાઈ ભટી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આ તકે આરીફભાઈ જોખિયા તેમજ તેમના પિતાશ્રી મેહેબુપભાઈ જોખિયા , ફીરોઝભાઈ, તથા અનિફભાઈ, નું શાલ તેમજ ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ઉપસ્થિત રહેલ માહનુભાવોનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું રાજુલાના સમસ્ત સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ રંગેચંગે પૂર્ણ થયો હતો તેમજ શિતા સ્વાદ સાથે પૂર્ણ થયો હતો
રિપોર્ટ કિશોર આર. સોલંકી
જાફરાબાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756