સારાથી શ્રેષ્ઠ તરફ સરહદ ડેરીની હરણફાળ

સારાથી શ્રેષ્ઠ તરફ સરહદ ડેરીની હરણફાળ પશુપાલકોની સાથે સામાજિક સેવામાં પણ સરહદ ડેરી અગ્રેસર
શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી”ની ૧૩ મી વાર્ષિક સાધારણ સભા આજ રોજ અંજારના APMCના નવા આકાર પામી રહેલ શાક માર્કેટ ખાતે મળી હતી. સાધારણ સભામાં દૂધ સંઘ દ્વારા વર્ષ દરમીયાન સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા પશુપાલકો, મહિલા દૂધ મંડળીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે આકસ્મિક વીમા યોજના તળે 2 પશુપાલકોને વીમાની રકમની ચુકવણી કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ 2021-22 અંતર્ગત સરહદ ડેરી દ્વારા કરવામાં આવેલ કામગીરીની હાઇલાઇટ રૂપરેખા રજૂ કરી સાથે દૂધ સંઘના ભવિષ્યના આયોજનની વિગતવાર ચર્ચા કરવામાં આવી જેમાં ૫૦૦૦૦ લી દૈનિક ક્ષમતાનો આઈસક્રીમ પ્લાન્ટ, મઘ પ્રોજેક્ટ, ઓર્ગેનિક પેદાશો તથા ફળ ફૂટ પ્રોજેક્ટ, મીઠા પ્રોજેક્ટ વગેરે સાથે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવું જેમાં જમીન ખરીદી, બાંધકામ, વગેરે કામો માટે દૂધ સંઘના પેટા નિયમોમાં સુધારો વગેરે મંજૂર કરવામાં આવ્યા.
રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756