ડાંગ જિલ્લાની 181 મહિલા અભયમની ટીમે પતિ પત્નીનું સુખદ સમાધાન કરાવ્યુ.

ડાંગ જિલ્લાની 181 મહિલા અભયમની ટીમે પતિ પત્નીનું સુખદ સમાધાન કરાવ્યુ.
ડાંગ : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિત મહિલા દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી પતિ ઝઘડો અને મારપીટ કરી હેરાનગતિ કરતા હોવાનુ જણાવ્યુ હતુ.જેથી ડાંગ જિલ્લાનાં 181 મહિલા હેલ્પલાઈન ટીમનાં કર્મી નેહાબેન મકવાણા અને ચંદનબેન પટેલ તથા પાઇલોટ કૃણાલભાઈ પટેલ સહિતની ટીમ સ્થળ પર પહોંચી ગયા હતા.અહી પીડિત મહિલા તથા તેમના પતિને સાંભળી કાઉન્સેલિંગ કરતા જણાવેલ કે લગ્નનાં 15 વર્ષ થયેલ હોય અને સંતાનમાં ત્રણ બાળકો છે.પતિને ઘણા સમયથી વ્યસનની ટેવ છે.તેઓને વ્યસન કરવાની મનાઈ કરતા તેઓ નાની નાની બાબતે ઝઘડો કરવા લાગે તેમજ અપશબ્દો બોલી મારપીટ કરતા હતા.આખરે પીડિત મહિલાએ કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.તેમ છતા પણ પીડિત મહિલાનાં પતિ સમજતા ન હતા.આખરે પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા પીડિત મહિલાને શાંત્વના આપી તેમજ પીડિત મહિલા અને તેઓનાં પતિને કાયદાકીય માર્ગદર્શન આપ્યુ હતુ.181 અભયમની ટીમ દ્વારા લાંબાગાળા સુધી પતિ પત્નીનું પરામર્શ કરતા સુખદ સમાધાન થયુ હતુ.અહી પીડિત મહિલાનાં પતિ દ્વારા વ્યસન ન કરવાની બાંહેધરી આપતા પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન થયુ હતુ.અહી પીડિત મહિલાનાં વ્હારે 181 મહિલા અભયમની ટીમ આવતા તેણીએ આત્મહત્યાનો વિચાર પણ દુરવ્યો હતો.આ પીડીત મહિલાનો ઘર સંસાર બચી જતા 181ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ. સંજય ગવળી.ડાંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756