ડભોઇ નગરમાં કોંગ્રેસ નેતા સિધ્ધાર્થ પટેલ દ્વારા સંકલ્પ પત્રિકાનું વિતરણ

ડભોઇ નગરમાં કોંગ્રેસ નેતા સિધ્ધાર્થ પટેલ દ્વારા સંકલ્પ પત્રિકાનું વિતરણ
Spread the love

ડભોઇના માજી ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી પ્રમુખ તેમજ પ્રદેશના દિગ્ગજ નેતા સિધ્ધાર્થ પટેલના નેતૃત્વમાં ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ કોંગ્રેસે બહાર પાડેલ આઠ મુખ્ય વચનો સાથેની સંકલ્પ પત્રિકાનું વિતરણ સમગ્ર ડભોઈ નગરમાં ફેરણી સ્વરૂપે ફરી કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. આજરોજ ડભોઇ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદ યોજી તાજેતરમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આઠ વચનોની સંકલ્પ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, હાલની સરકાર સમાજના મોટા વર્ગની ઉપેક્ષા કરી રહી છે. સમગ્ર રાજ્યમાં મોંઘવારી વધતી જાય છે, બેરોજગારીનો દર વધુને વધુ વધતો જાય છે. આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે પ્રદેશ કોંગ્રેસે મુખ્ય આઠ વચનો સાથે સંકલ્પ પત્રિકા જાહેર કરી છે અને ૨૪ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન રાજયભરમાં આ સંકલ્પ પત્રિકાનું વિતરણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આજરોજ ડભોઇ ખાતે સંકલ્પ પત્રિકા ની વહેંચણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સિદ્ધાર્થભાઈ પટેલની સાથે ડભોઇ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતીષ રાવલ ( વકીલ ), તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, ડભોઇ તાલુકા પંચાયતના વિપક્ષના આગેવાન પ્રહલાદભાઈ પટેલ, ડભોઇ નગરપાલિકા વિપક્ષના આગેવાનો સુભાષભાઈ ભોજવાણી અને યોગેશ ઠાકોર, ડભોઇ તાલુકા યુવા કોંગી અગ્રણી સુધીરભાઈ બારોટ, સંનિષ્ઠ કોંગી કાર્યકર – આગેવાન ગોપાલભાઈ શાહ ( જીનવાલા),કોર્પોરેટર નૂર મોહંમદ મહુડાવાલા,જયેશ દેસાઈ,સહિતના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220924_212627.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!