મોરાઈ ફાટક તા. 31 માર્ચ 2023 સુધી બંધ

મોરાઈ ફાટક તા. 31 માર્ચ 2023 સુધી બંધ, બલીઠા ફાટકથી અવર-જવર થઈ શકશે .
ખેરગામ ,
વલસાડ જિલ્લામાં ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ચાલી રહેલી કામગીરી અંતર્ગત એલ.સી.ગેટ નં. 82 મોરાઈ ફાટક પ્રતિબંધિત કરવાનું જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ ટ્રાફિક નિયમન અંગે પ્રતિબંધ/ડાયવર્ઝનનું જાહેરનામુ બહાર પાડ્યુ છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ, એલ.સી.ગેટ નં. 82 મોરાઈ ફાટક પર આવતા જતા તમામ પ્રકારના વાહનોની અવર જવર માટે 31 માર્ચ 2023ના રાત્રિના 12-00 કલાક સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેર જનતાને અગવડતા ન પડે તે માટે આ પ્રતિબંધિત માર્ગના વાહનોને એલ.સી.ગેટ નં. 81 બલીઠા ફાટક પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેથી સ્થાનિક પોલીસને ડાયવર્ઝન વાળી જગ્યાએ તથા ડાયવર્ઝન રૂટ ઉપર ટ્રાફિકનું નિયમન કરવા માટે પૂરતો બંદોબસ્ત રાખવા જણાવાયું છે.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756