ગરબા ત્યાં જ રમવા જ્યાં વચ્ચે માતાજી હોય: મોરારીબાપુ

ગરબા ત્યાં જ રમવા જ્યાં વચ્ચે માતાજી હોય: મોરારીબાપુ
Spread the love

ગરબા ત્યાં જ રમવા જ્યાં વચ્ચે માતાજી હોય: મોરારીબાપુ
માં ભવાનીના ગુણગાનથી ત્રીજા દિવસની રામકથાનું સમાપન
મહુવા
મહુવાથી માત્ર છ કિલોમીટરના અંતરે સમુદ્ર તટે બિરાજમાન માં ભવાનીના પ્રાંગણમાં ગવાઈ રહેલી” માનસ: માતુ ભવાની” ત્રીજા દિવસની કથા માં ના ગુણગાન સાથે સંપન્ન થઈ.
કથા પ્રવાહને વહેવડાવતાં પૂ. મોરારીબાપુએ કહ્યું કે ‘છબીખાની માતૃ ભવાની ગવની મધ્ય મંડપ શિવ જહાં’ એટલે કે આપણે દર વર્ષે માતાજીનું સ્થાપન માતાજીને ચોકમાં લાવીને કરીએ છીએ. પરંતુ આ કથા એ કહે છે કે માં ભવાની જ્યાં ભગવાન શિવ છે ત્યાં જાતે મંડપમાં પધારે છે. સુંદરતાની ખાણનો સીમાડો એ માં ભવાની છે. મહાદેવ એટલે વિશ્વ કલ્યાણ છે જ્યાં તે ભાવના હોય ત્યાં ભવાની જાતે પધારે જ. શારદીય નવરાત્રીનું પ્રથમ ચરણ આજથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે જ્યાં જ્યાં માતાજીનું સ્થાપન એ મધ્યમાં હોય ત્યાં જ આપણે ગરબા રમવા જોઈએ. કારણ કે માં બ્રહ્મચારીણી, પ્રકૃતિ- પુરુષ, દુર્ગા,શૂન્ય- અશુન્ય, બધું જ પોતે છે. અંગ્રેજીમાં કહેવાય છે નથીગ નેસ એટલે કંઇ નહીં અને ‘એમટી નેસ ” એમટી એટલે બધું જ છે અખિલ. માતાજી પ્રસન્ન પણ છે અને ઉદાસીન છે. તે વિજ્ઞાન પણ છે અવિજ્ઞાન પણ છે. ઓશોને ટાંકીને બાપુએ કહ્યું કે ભારતીય મનીષી જેવાં જગતના કોઈ ખૂણે મળતાં નથી. સાધનાના સ્વરૂપોમાં ભક્તિ અને ભીનાશ પણ છે. તેથી કહેવાય છે કે તેમાં આત્માનું તેજ હોય છે અને આંખની ભીનાશ હોય છે. ભારદ્વાજ મુનિ રઘુવીરની ગાથા સંભળાવતા કહે છે કે રામકથા એ ગુઢ રહસ્યોથી સભર છે. પરંતુ મૂઢ થઈને તેને સ્વીકારવી રહી.કર્મના ઘાટ ઉપર આ કથાનો આરંભ થયો છે. જોકે શિવ અને પાર્વતીના રહસ્યો રામકથાને જાણવાં અને સમજવાં પહેલાં સાંભળવાં પડે. કોઈપણ વક્તામાં પાંચ ગુણ જરુર છે. વિનોદ,વિવેક,વિચારશીલ, વિરાગી અને વિશ્વાસ.
મોરારીબાપુએ કહ્યું કે આપણે માત્ર ત્રણ કલાકનો કોઈ કાર્યક્રમ કરી શકતા નથી ત્યારે આટલું મોટું વિશાળ આયોજન કોઈ ચેતનાની હાજરીથી જ સંપન્ન થાય છે. યજમાન શ્રી ચીમનભાઈ વાઘેલા માટે હસતા હસતાં બાપુએ કહ્યું કે તેઓ આરામ કરે છે પણ તે ભલે આરામ કરે પણ તેના માટે કોઈ જાગે છે એ વાત ચોક્કસ છે.
આજની કથામાં ભાગવતાચાર્ય શ્રી શરદભાઈ પંડ્યા અને પુ.સીતારામ બાપુ તથા અગ્રણી શ્રી પીઠુભાઈ બોરીચા વિશેષ ઉપસ્થિત હતાં

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!