જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે ૬૪ માં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થશે

જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે ૬૪ માં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થશે
તારીખ ૨ થી ૮ ઓક્ટોબર સુધી વિવિધ સ્પર્ધાઓ યોજાશે
જૂનાગઢ : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે ૬૪ માં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાશે. તા. ૨/૧૦/૨૦૨૨ થી તા. ૮/૧૦/૨૦૨૨ સુધી વિવિધ સ્પર્ધા તેમજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ૬૮ માં વન્ય પ્રાણી સપ્તાહ દરમિયાન પ્રાણી સંગ્રહાલના મુલાકાતીઓને પગપાળા મુલાકાત માટે વિનામૂલ્ય પ્રવેશ પણ આપવામાં આવશે.
તા. ૨ ઓક્ટોબરના રોજ સવારે 9:30 કલાકથી કાર્યક્રમનો પ્રારંભ થશે. સવારે ૧૦ કલાકે કીપર ટોક/ ઝૂને જાણીએ કાર્યક્રમ યોજાશે.તા. ૩ ઓક્ટોબર ના રોજ સવારે ૯-૩૦ થી વિભાગ -૧ માં ધોરણ ૫ થી ૯ (મને ગમતું વન્ય પ્રાણી /પક્ષી) વિભાગ – ૨ માં ધોરણ ૧૦ થી ૧૨ (મારી નજરે પ્રાણીસંગ્રહાલય, વાયુ – જળ- જમીન પ્રદૂષણ) વિભાગ ૩ (ઓપન) (પ્રકૃતિ, ક્લાયમેટ ચેન્જ,જૈવ વિવિધતા, વન્યપ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણ સંઘર્ષ), તા. ૪ ઓક્ટોબરના રોજ ઝૂ દ્વારા જૂનાગઢ શહેરની શાળા કોલેજોમાં સેમિનાર યોજાશે.તા. ૫ ઓક્ટોબરના રોજ સવારે ૮ કલાકથી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે.તા. ૬ ના રોજ સવારે ૯-૩૦ કલાકે ધોરણ ૫ થી ૯ના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા યોજાશે.તા. ૭ ઓક્ટોબરના રોજ સવારે ૯ કલાક થી પ્રાણીસંગ્રહાલયની વિશેષ મુલાકાત અને તા. ૮ ઓક્ટોબરના રોજ ઇનામ વિતરણ સપ્તાહ સમાપન યોજાશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756