સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંહ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ માટે જિલ્લા સલાહકાર સમિતિની રચના કરવામાં આવી
અમરેલી : અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અમરેલી જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ માટે જિલ્લા સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના વિદ્યાર્થીઓનું એક આદર્શ નાગરિક તરીકે ઘડતર થાય, જવાબદાર નાગરિક તરીકે તેમની સ્વયં શિસ્ત બને અને વિકસે સાથોસાથ સામજિક સુરક્ષા માટે વિદ્યાર્થીઓ પોલીસ તંત્રને સહયોગ આપી શકે તે માટે
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અમરેલી જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ માટે વિશેષ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
જિલ્લામાં આ કામગીરીને વધુ સફળ બનાવવા માટે પોલીસ તંત્રને શિક્ષણ, પરિવહન, વન અને પર્યાવરણ, નશાબંધી અને આબકારી, રમત ગમત, આરોગ્ય સહિતના વિભાગ અને કચેરીઓનો સહયોગ સાંપડશે. મહત્વનું છે કે, જિલ્લામાં વર્ષ – ૨૦૧૪થી સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ અમલી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756